india open: સિંગાપોરમાં રમાયેલી ઈન્ડિયા ઓપન (India open singapore)ની મેચમાં ભારતના શટલર લક્ષ્ય સેન (Lakshya Sen)એ વિશ્વ ચેમ્પિયન (Loh Lean Yew)ને હરાવી અને ઈન્ડિયા ઓપનનો ખિતાબ જીત્યો છે. લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સના મુકાબલામાં વર્લ્ડચેમ્પિયન લોહ લીન યૂને કારમી હાર આપી છે. 20 વર્ષના લક્ષ્ય સેનનો સુપર-500 લેવલ ટુર્નામેન્ટનો આ પ્રથમ ખિતાબ છે. અઘાઉ સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ મેન્સ ડબલ્સ જોડી ઈન્ડોનેશિયાના ત્રણવાર ચેમ્પિયન રહેલા મોહમ્મદ અહેસાન અને સેતિયાવનની જોડીને હરાવ્યા હતા.
ગત મહિને સ્પેનમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતનારા લક્ષ્ય સેને રવિવારે 54 મિનિટ રમાયેલી આ મેચમાં લોહ લીન યૂ (Loh Lean Yew)ને હરાવ્યો હતો. સેને 24-22, 21-17ના સ્કોરથી વર્લ્ડ ચેમ્પિયન યૂને હરાવ્યો હતો. આ પહેલાં લક્ષ્ય સેને ચારમાંથી બે મેચ જીતી હતી.
કેરિયરનો સૌથી મોટો ખીતાબ
ડચ ઓપનની ફાઇનલમાંથી શીખ લઈને લક્ષ્ય સેને કોઈ પણ ભૂલ કર્યા વગર આ ખિતાબ પોતાના નામે કર્યો છે. તેણે વર્ષ 2019માં ડચ ઓુપનમાં સારલોરક્સ ઓપનના રૂપમાં બે સુપર 100 ખીતાબ જીત્યા છે.
સિંગાપોરના વર્લ્ડ ચેમ્પિયન લોહ કીન યૂની વાત કરીએ તો તેના કેનેડાના તેના પ્રતિસ્પર્ધી બ્રાયન યંગે ગળામાં દુખાવો અને માથાનો દુખાવોની ફરિયાદ કરી હતી. ત્ચારબાદ યૂ ખિતાબની ટક્કરમાં એકલો આગળ વધ્યો હતો. યાંગે ફરજિયાત કોવિડ ટેસ્ટ કરાવ્યો જેમાં તે નેગેટિવ આવ્યો હતો પરંતુ તેમ છતાં તેણે ઇવેન્ટમાંથી ખસી જવાનું નક્કી કર્યું હતું.
સાત્કિવસાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો કમાલ
અગાઉ, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ટોચની ડબલ્સ જોડીએ ત્રણ વખતના વિશ્વ ચેમ્પિયન મોહમ્મદ અહેસાન અને ઈન્ડોનેશિયાના હેન્દ્રા સેટિયાવાન સામે સીધી ગેમમાં અદભૂત જીત મેળવીને ઈન્ડિયા ઓપન જીતનાર દેશની પ્રથમ પુરુષ ટીમ બની હતી. વર્ષ 2019માં થાઈલેન્ડમાં તેની પ્રથમ સુપર 500 ટુર્નામેન્ટ જીતનાર વિશ્વની 10માં નંબરની ભારતીય જોડીએ ટોચનું રેન્કિંગ ધરાવતી ઇન્ડોનેશિયાની જોડીને 43 મિનિટમાં 21-16 26-24થી હરાવી નવી સિઝનની ધમાકેદાર શરૂઆત કરી હતી.