ગેલે ફટકારી શતક તો પ્વેલિયનમાં બેસેલ યુવરાજે કર્યો 'ચેમ્પિયન ડાન્સ'

News18 Gujarati
Updated: April 20, 2018, 5:12 PM IST
ગેલે ફટકારી શતક તો પ્વેલિયનમાં બેસેલ યુવરાજે કર્યો 'ચેમ્પિયન ડાન્સ'

  • Share this:
સનરાઈઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ મોહાલી સ્ટેડિયમમાં રમાયેલ મેચ દરમિયાન પંજાબ કિંગ્સ ઈલેવનના બેટ્સમેન ક્રિસ ગેલે જેવા જ 58 બોલ પર પોતાની શતક પૂરી કરી, ત્યારે પેવેલિયનમાં બેસેલ યુવરાજસિંહને રહેવાયું નહી. પોતાના સાથી માટે તેમને ચેમ્પિયન ડાન્સ શરૂ કરી દીધો. જણાવી દઈએ કે, વેસ્ટ ઈન્ડિઝ ઓલરાઉન્ડર ડિજે બ્રાવો અને ક્રિસ ગેલ પાછલા દિવસોમાં ચેમ્પિયન સોંગ રિલિઝ કર્યો હતો, જેમાં બંનેએ એક્ટિંગ પણ કરી હતી. એવામાં જ્યારે ગેલે શતક ફટકારી ત્યારે યુવરાજ પણ પોતાને ચેમ્પિયન સોંગ પર ડાન્સ કરવાથી રોકી શક્યો નહતો. દર્શકોએ યુવરાજની સ્ટાઈલને ખુબ જ પસંદ કરી. ડિજે બ્રાવોએ પણ યુવરાજના ડાન્સના વીડિયોને અપલોડ કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો.

ફ્લોપ ચાલી રહ્યો હોવાથી બેટિંગ કરવા માટે આવ્યો નહતો યુવરાજ

હૈદરાબાદ વિરૂદ્ધ પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલ પંજાબની ટીમ માટે કેએલ રાહુલ અને ક્રિસ ગેલે ઓપનિંગ કરી. પરંતુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે બે વિકેટ પડવા છતાં તે મેદાન પર આવ્યો નહી. સામાન્ય રીતે યુવરાજ બે વિકેટ પડ્યા બાદ મેદાનમાં આવે છે. પરંતુ હૈદરાબાદ વિરૂદ્ધ રમાયેલ મેચ દરમિયાન તેની જગ્યાએ એરોન ફિન્ચને તક આપવામાં આવી હતી. આમ પણ યુવરાજનો સિરીઝમાં અત્યાર સુધીમાં પ્રદર્શન જોઈએ તેટલો સારો રહ્યો નથી. દિલ્હી સામેની પહેલી મેચમાં 12, આરસીબી વિરૂદ્ધ 04 કો ચેન્નાઈ વિરૂદ્ધ તે માત્ર 20 રન જ બનાવી શક્યો છે.
First published: April 20, 2018
વધુ વાંચો
अगली ख़बर