'યૂનિવર્સ બોસ'ને સહેવાગે પણ ઠોકી સલામ, આપી ખાસ અંદાજમાં સદીની શુભેચ્છા

News18 Gujarati
Updated: April 20, 2018, 7:37 PM IST
'યૂનિવર્સ બોસ'ને સહેવાગે પણ ઠોકી સલામ, આપી ખાસ અંદાજમાં સદીની શુભેચ્છા

  • Share this:
ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન અને કિંગ્સ ઈલેવન પંજાબના મેન્ટર વીરેન્દ્ર સહેવાગે ક્રિસ ગેલના પેટભરીને વખાણ કર્યા છે. સહેવાગની સલાહ પર જ આ વર્ષે પંજાબની ટીમે ગેલને તેની બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ખરાબ ફોર્મ અને વધતી ઉંમરના કારણે એકપણ ફ્રેન્ચાઈઝી ગેલ પર દાવ લગાવી રહી નહતી. બે વખત અનસોલ્ડ રહ્યાં બાદ સહેવાગના કહેવા પર પંજાબે ગેલ પર દાવ લગાવ્યો અને આ દાવ પણ અત્યાર સુધી સફળ રહ્યો છે. પહેલી ત્રણ મેચોમાં ગેલને ટીમમાં જગ્યા આપવામાં આવી નહતી, પરંતુ ચેન્નાઈ જેવી મજબૂત ટીમ વિરૂદ્ધ પંજાબે તેમને રમાડવાનો નિર્ણય કર્યો. ગેલે પણ કેપ્ટન અશ્વિનની નિર્ણયને સાચો સાબિત કરતાં ધમાકેદાર ઈનિંગ રમી નાંખી. ચેન્નાઈ બાદ હૈદરાબાદ જેવી મજબૂત બોલિંક આક્રમણ સામે ગેલે પોતાની વિસ્ફોટક અંદાજને યથાવત રાખ્યો અને શતક ફટકારીને પોતાના ટીકાકારોની બોલતી બંધ કરી નાંખી હતી. ગેલની આ ઈનિંગથી સહેવાગ પણ ખુબ જ ખુશ નજરે પડી રહ્યો હતો.

સહેવાગે સોશિયલ મીડિયા પર ગેલની બે તસવીરોને શેર કરી હતી. એક તસવીરમાં આસીબીની ડ્રેસમાં નજરે આવી રહ્યાં છે તો બીજી ફોટોમાં પંજાબની. આ તસવીરો દ્વારા સહેવાગ જણાવવા માંગી રહ્યો છે કે, જો તમે ગેલ પર વિશ્વાસ ના રાખી શકો તો તમે પોતાની ટીમમાં ડિઝર્વ પણ કરી શકતા નથી. જ્યારે એક ટ્વિટમાં સહેવાગે લખ્યું કે, "લાઈવ મેચને જે હાઈલાઈટ બનાવી દે, એવા છે યૂનિવર્સલ બોલ, વધુ એક દમદાર ઈનિંગ."

સહેવાગે આનાથી પહેલા એક ટ્વિટ કરીને કહ્યું કે, મારો તેમને ખરીદવાનો નિર્ણય સાચો સાબિત રહ્યો. સહેવાગના આ ટ્વિટરમાં ગેલે પણ હામી ભરી હતી. જણાવી દઈએ કે, અત્યાર સુધી આ સિઝનમાં ગેલ માત્ર બે મેચો જ રમ્યો છે અને ઓરેજન્જ કેપની રેસમાં સામેલ થઈ ગયો છે. ગેલ જો આ ફોર્મને આગળ પણ બરકરાર રાખે છે તો આવનારી મેચોમાં પંજાબ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.First published: April 20, 2018, 7:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading