કિંગ્સ ઇલેવન પંજાબે શેર કર્યું ખેલાડીઓનું ફિમેલ વર્ઝન, સુંદરતા જોઈ પ્રશંસકો ચકિત

News18 Gujarati
Updated: June 27, 2020, 3:39 PM IST
કિંગ્સ ઇલેવન પંજાબે શેર કર્યું ખેલાડીઓનું ફિમેલ વર્ઝન, સુંદરતા જોઈ પ્રશંસકો ચકિત
કિંગ્સ ઇલેવન પંજાબે શેર કર્યું ખેલાડીઓનું ફિમેલ વર્ઝન, સુંદરતા જોઈ પ્રશંસકો ચકિત

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ક્રિકેટરોનું ફિમેલ વર્ઝન ઘણું ટ્રેન્ડ કરી રહ્યું છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસના (Coronavirus)કારણે ક્રિકેટ ઠપ છે પણ સોશિયલ મીડિયા પર પ્રશંસકો પોતાના ફેવરિટ ખેલાડીઓ સાથે કોઈના કોઈ અંદાજમાં જોડાયેલા છે. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ક્રિકેટરોનું ફિમેલ વર્ઝન ઘણું ટ્રેન્ડ કરી રહ્યું છે. હાલમાં જ ટીમ ઇન્ડિયાના ક્રિકેટરોનું મહિલા રૂપ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું હતું. હવે આઈપીએલ ટીમો પણ પોતાના ખેલાડીઓના ફિમેલ વર્ઝન જાહેર કરી રહી છે. શુક્રવારે કિંગ્સ ઇલેવન પંજાબે પોતાની ટીમના ખેલાડીઓનો મહિલા અવતાર સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેની જોઈ પ્રશંસકો ચકિત થઈ ગયા હતા.

પંજાબ દે પટોલે!

કિંગ્સ ઇલેવન પંજાબે (Kings XI Punjab) પંજાબના પટોલે કેપ્શન સાથે પોતાના ખેલાડીનો ફિમેલ અવતાર પ્રશંસકો સાથે શેર કર્યો છે. કિંગ્સ ઇલેવન પંજાબના ઇંસ્ટાગ્રામ પર ખેલાડીઓનો કોલોજ શેર કર્યો છે. જેમાં પ્રથમ હરોળમાં ક્રિસ ગેઈલ, કેએલ રાહુલ, મુજીબ ઉર રહમાન અને મનદીપ સિંહ છે. બીજી લાઇનમાં કરુણ નાયર, જિમ્મી નીશમ, ક્રિસ જોર્ડન અને ગ્લેન મેક્સવેલ છે. ત્રીજી લાઇનમાં હાર્ડસ વિલોઇન, મોહમ્મદ શમી, મયંક અગ્રવાલ અને શેલ્ડન કોટરેલ જોવા મળે છે. પ્રશંસકો મનદીપ સિંહ, કરુણ નાયર, વિલોઇન અને નીશમનો ફિમેલ લૂક પણ પસંદ કરી રહ્યા છે. 
View this post on Instagram
 

Punjab de Patole How many can you guess? ‍♀️ . #SaddaPunjab #FaceApp


A post shared by Kings XI Punjab (@kxipofficial) on


કિંગ્સ ઇલેવન પંજાબની જેમ ચેન્નાઈ સુપરકિંગ્સે (CSK) પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બધા ખેલાડીઓનો મહિલા લૂકવાળો ફોટો શેર કર્યો હતો. જેને લોકોએ ઘણો પસંદ કર્યો હતો.
First published: June 27, 2020, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading