Neeraj Chopra gold medal : નીરજ ચોપરા (Neeraj Chopra) એ ટોક્યો ઓલિમ્પિક (tokyo olympics) બાદ પણ સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. તેણે શનિવારે રાત્રે ઓલિમ્પિક બાદ પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ ફિનલેન્ડમાં કુઓર્ટેન ગેમ્સ (Kuortane Games) માં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વરસાદના કારણે ખેલાડીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તેણે 86.69 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપરાએ પહેલા જ પ્રયાસમાં 86.69 મીટર ફેંક્યો હતો. તેનો બીજો થ્રો ફાઉલ થઈ ગયો હતો. ત્રીજા થ્રો દરમિયાન તે પણ લપસી ગયો હતો. આ પછી તે આગામી 2 પ્રયાસો માટે પણ ઉતર્યો ન હતો. પરંતુ અન્ય કોઈ ખેલાડી તેને પડકારી શક્યો ન હતો.
આજ મહિનામાં, નીરજ ચોપરાએ પાવો નુર્મી ગેમ્સમાં 89.30 મીટરનો થ્રો કરીને નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. દરેકને આશા હતી કે તે 90 મીટરનો માર્ક હાંસલ કરશે. પરંતુ તેઓ તેમ કરી શક્યા નહિ. નીરજ ચોપરાએ 2012 લંડન ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોકટને પાછળ છોડીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. વોલકોટ માત્ર 86.64 મીટર ફેંકી શક્યો હતો. તો, ગ્રેનાડાનો વર્તમાન વિશ્વ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ 84.75 મીટર સાથે ત્રીજા સ્થાને રહ્યો.
ભારતના સંદીપ ચૌધરી માત્ર 60.35 મીટર ફેંકી શક્યા હતા. તે 8મા ક્રમે રહ્યા. ખરાબ હવામાન હોવા છતાં નીરજની ઈવેન્ટને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો પહોંચી ગયા હતા. નીરજ ચોપરા હવે ટોક્યો ઓલિમ્પિક બાદ ટૂર્નામેન્ટ રમવા આવ્યો છે. તે 10 મહિના પછી સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે. તેથી તેઓ કોઈ કસર છોડવા માંગતા નથી. આ પહેલા તે ટોક્યો ઓલિમ્પિકમાં 88.07 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર