ઇંગ્લેન્ડની ધરતી પર કુલદીપ યાદવની ફિરકી જોરદાર જમાવટ કરી રહી છે. ટી-20 શ્રેણીની પ્રથમ મેચમાં 5 વિકેટ ઝડપ્યા પછી કુલદીપ યાદવે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમા 6 વિકેટ ઝડપી હતી. આ સિવાય લોર્ડ્સમાં ત્રણ વિકેટ ઝડપી હતી. કુલદીપની શાનદાર બોલિંગ જોઈને એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ખેલાડીને પસંદગીકારો ટેસ્ટ શ્રેણીમાં પણ પસંદગી કરશે. કુલદીપની ટેસ્ટમાં પસંદગી સાથે એક મોટા ઓલરાઉન્ડરનનું સ્થાન ખતરામાં પડી જશે.
અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના રવીન્દ્ર જાડેજાની. જે હાલ ટી-20 અને વન-ડેમાં ટીમમાંથી બહાર છે. હવે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ તેને ભારતીય ટીમમાં સ્થાન ન મળે તેવી સંભાવના છે. જો સ્થાન મળશે તો પણ પ્લેઇંગ ઇલેવનમાં કદાચ રમી શકશે નહીં. કુલદીપની દરેક વિકેટ તેને ટેસ્ટ ક્રિકેટમાં સ્થાન અપાવી રહી છે અને જાડેજાને બહાર કરી રહી છે. કુલદીપ યાદવની ગુગલી સામે અંગ્રેજ બેબસ જોવા મળી રહ્યા છે. જાડેજા શાનદાર સ્પિનર છે તે ભારતમાં જબરજસ્ત પ્રદર્શન કરે છે, જોકે વિદેશમાં તેનું પ્રદર્શન એક એવરેજ સ્પિનર જેવું છે.
જાડેજાએ ભારતીય ધરતી ઉપર 26 ટેસ્ટમાં 137 વિકેટ ઝડપી છે. જોકે ઇંગ્લેન્ડમાં જાડેજા 4 ટેસ્ટમાં ફક્ત 9 ટેસ્ટ વિકેટ ઝડપી શક્યો છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં પણ તેનું પ્રદર્શન સારું નથી. કારણ કે તેમની પિચો ફાસ્ટ બોલરોને મદદરૂપ હોય છે. બીજી તરફ કુલદીપ યાદવની બોલિંગ ગમે તેવી પિચ પર શાનદાર રહી છે. કુલદીપ ફક્ત ટર્ન ઉપર નિર્ભર નથી તેની લાઇન લેન્થ અને રહસ્યમયી ગુગલી દરેક બેટ્સેમેન માટે પરેશાની બની રહી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર