Home /News /sport /ટીમ ઇન્ડિયામાં એક્સ્ટ્રા ખેલાડી બની મેદાનમાં ટુવાલ અને પાણી પહોંચાડ્યું, હવે 8 વિકેટ લઇ મચાવી સનસની
ટીમ ઇન્ડિયામાં એક્સ્ટ્રા ખેલાડી બની મેદાનમાં ટુવાલ અને પાણી પહોંચાડ્યું, હવે 8 વિકેટ લઇ મચાવી સનસની
ભારતે બાંગ્લાદેશ સામેની ચટગાંવ ટેસ્ટ 188 રને જીતી લીધી છે - AP
ફેબ્રુઆરી 2021 પછી પ્રથમ વખત પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવનાર કુલદીપે બાંગ્લાદેશ સામે પ્રથમ દાવમાં 40 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેણે કેપ્ટન શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ, નુરુલ હસન, તૈજુલ ઈસ્લામ અને ઈબાદત હુસૈનને પેવેલિયન ભેગા કર્યા હતા.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ જીતીને 1-0ની સરસાઈ મેળવી લીધી છે. મેચના પાંચમા દિવસે ટીમ ઈન્ડિયાએ જીતની ઔપચારિકતા પૂરી કરવાની હતી અને સ્પિનરોએ તેને 1 કલાકમાં પૂર્ણ કરી હતી. ભારતીય ટીમમાં વાપસી કરનાર સ્પિનર માટે આ મેચ યાદગાર સાબિત થઇ છે. લગભગ 22 મહિના સુધી પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહેલા આ સ્પિન ઉસ્તાદે કુલ 8 વિકેટ લીધી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ ભારતીય ક્રિકેટ ટીમ માટે બાંગ્લાદેશ શ્રેણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પ્રથમ મેચ જીતીને ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. હવે ટીમ ઈન્ડિયા ત્રીજા સ્થાને રહેલા દક્ષિણ આફ્રિકાનું માર્જિન વધારવા ઈચ્છશે. બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની 188 રનની જીતમાં કુલદીપ યાદવે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પ્રથમ દાવમાં આ બોલરે અડધી ટીમનો સફાયો કરી દીધો હતો, જ્યારે બીજી ઈનિંગમાં પણ તેણે છેલ્લી વિકેટ લઈને મેચ પૂરી કરી હતી.
ટુવાલ ઉઠાવ્યા... પાણીની બોટલો ઉઠાવી, 22 મહિના પછી શાનદાર પુનરાગમન કર્યું
કુલદીપ યાદવ જે કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીની યોજનામાં ફિટ ન હતો, તેને વિદેશ પ્રવાસ પર લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેણે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું. ભારતમાં હોય કે વિદેશમાં કુલદીપ એસ્ટ્રા ખેલાડી તરીકે મેદાન પર ટુવાલ અને પાણી પહોંચાડતો જોવા મળ્યો હતો. 5 વર્ષમાં કુલદીપને માત્ર 8 ટેસ્ટ જ રમવા મળી, જે એ કહેવા માટે પૂરતું છે કે શાસ્ત્રી અને કોહલીની જોડીને આ બોલિંગ પર કેટલો વિશ્વાસ હતો.
વાપસી મેચમાં 8 વિકેટ લઈને સનસની ફેલાવી
ફેબ્રુઆરી 2021 પછી પ્રથમ વખત પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવનાર કુલદીપે બાંગ્લાદેશ સામે પ્રથમ દાવમાં 40 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેણે કેપ્ટન શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ, નુરુલ હસન, તૈજુલ ઈસ્લામ અને ઈબાદત હુસૈનને પેવેલિયન ભેગા કર્યા હતા. બીજી ઇનિંગમાં તેણે ફરીથી કેપ્ટન શાકિબ, લિટન દાસ અને ઇબાદત હુસૈનની વિકેટ લીધી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર