Home /News /sport /કુલદીપ યાદવની જાદૂઈ બોલિંગ, જે બની 'બોલ ઓફ ધ સિરીઝ' તમે Video જોયો કે નહીં?

કુલદીપ યાદવની જાદૂઈ બોલિંગ, જે બની 'બોલ ઓફ ધ સિરીઝ' તમે Video જોયો કે નહીં?

કુલદીપ યાદવ બોલિંગ

Kuldeep Yadav: કુલદીપ યાદવે ભારત અને ઓસ્ટ્રેલિયાની અંતિમ મેચમાં ગજબની છાપ છોડી છે. બોલ એ રીતે ફેંક્યો કે બેટ્સમેન જરાય ફૂટવર્ક યુઝ કરી શક્યો નહીં અને બોલ સીધો સ્ટમ્પમાં ઘૂસી ગયો હતો. કુલદીપે કરેલી ડિલિવરીની વિદેશી ખેલાડીઓ પણ ચર્ચા કરી રહ્યા છે.

વધુ જુઓ ...
ચેન્નાઈઃ ભારતે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ ગુમાવી દીધી છે, ભારતે પોતાની જ ધરતી પર હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. શરુઆતમાં સિરીઝ 1-1ની બરાબરી પર હતી અને ભારતીય બેટિંગ ઓર્ડરને જોતા અંતિમ મેચ ભારતના પક્ષમાં રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી જોકે, આ સંભાવનાઓ પર પાણી ફરી વળ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે કુલદીપ યાદવે કરેલી બોલિંગ લોકોના હોશ ઉડાવી રહી છે. કુલદીપ યાદવે જે રીતે ઓસ્ટ્રેલિયાની વિકેટ લીધી તે જોતા તેને 'બોલ ઓફ ધ સિરીઝ' તરીકે જોવામાં આવી રહી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝની અંતિમ મેચમાં ચાઈનામેને બોલર કુલદીપ યાદવે 10 ઓવરમાં 56 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી છે, આ ખેલાડીમાં ડેવિડ વોર્નર, માર્નસ લાબુશેન અને એલેક્સ કેરી જેવા દિગ્ગજ પ્લેયર્સને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પરંતુ એલેક્સ કેરીને ફેંકેલા એક બોલમાં કુલદીપ યાદવે બેટ્સમેનની સાથે મેચ જોઈ રહેલા તમામને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. કુલદીપની જાદૂઈ બોલિંગ સામે કેરીને હલવાન પણ મોકો નહોતો મળ્યો અને બોલ સીધો સ્ટમ્પમાં પહોંચી ગયો હતો. આ ડિલિવરી બોલ ઓફ ધ સિરીઝ સાબિત થઈ રહી છે.


બાંગ્લાદેશના પ્રવાસ પર કર્યું હતું કમબેક


બાંગ્લાદેશ પ્રવાસ પર કુલદીપ યાદવે શાનદાર કમબેક કર્યું હતું. કુલદીપે પહેલી મેચમાં કુલ 8 વિકેટ પોતાના નામે કરી હતી. જોકે, આ પછી પણ તેને ટેસ્ટમાં તક આપવામાં આવી નહોતી. ચાઈનામેન બોલર નિયમિત રીતે ટીમમાં સ્થાન મળે તેની રાહ જોઈ રહ્યો છે. એક વર્ષ પછી મળેલી તકમાં તેણે પોતાની બોલિંગનો જાદૂ પાથરીને સૌ કોઈને આશ્ચર્યમાં મૂક્યા છે.

આ પણ વાંચોઃ સૂર્યાથી ફેન્સ નારાજ, આપી દીધી શાહરૂખની જગ્યા!

ઓસ્ટ્રેલિયાએ 2-1થી વનડે સિરીઝ પર કબજો કર્યો


ઓસ્ટ્રેલિયાએ અંતિમ અને નિર્ણાયક વનડેમાં 49 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 269 રન બનાવ્યા હતા. જેની સામે ભારતીય ટીમ માત્ર 248 રન જ બનાવી શકી હતી. જેમાં વિરાટ કોહલી સિવાય કોઈ ખેલાડી અંગત સ્કોર 50ને પાર કરાવી શક્યા નહોતા. હાર્દિક પંડ્યા અને જાડેજાની જોડીએ જીતની આશા જગાડી હતી પરંતુ 218 રને હાર્દિકની વિકેટ પડ્યા પછી ભારતીય ટીમના હાથમાંથી જીતનો કોળિયો છીનવાઈ ગયો હતો.
First published:

Tags: Cricket Ball, Gujarati news, IND vs AUS, Kuldeep yadav