Home /News /sport /કેરળના ગ્રીનફીલ્ડ સ્ટેડિયમની વીજળી ગુલ, પાણીના સપ્લાય પર પણ સંકટ...કઈ રીતે રમાશે IND vs SA ટી20 મેચ?

કેરળના ગ્રીનફીલ્ડ સ્ટેડિયમની વીજળી ગુલ, પાણીના સપ્લાય પર પણ સંકટ...કઈ રીતે રમાશે IND vs SA ટી20 મેચ?

દક્ષિણ આફ્રિકાની સાથેની સીરિઝની ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં 28 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે.

ભારતીય ટીમ આ વર્ષે થનારા ટી20 વર્લ્ડ કપની તૈયારીમાં લાગી ગઈ છે. ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમે સાઉથ આફ્રિકાની સામે ત્રણ મેચની ટી-20 સિરિઝ પણ રમવાની છે. આ સિરિઝની પ્રથમ મેચ તિરુવનંતપુરમના રાજસી ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાવાની છે. મેચ પહેલા કેરળ રાજ્યનું વીજળી બોર્ડ (કેએસઈબી) વીજળીના બાકી બિલને લઈને હેરાન છે.

વધુ જુઓ ...
  તિરુવનંતપુરમઃ ભારતીય ટીમ આ વર્ષે થનારા ટી20 વર્લ્ડ કપની તૈયારીમાં લાગી ગઈ છે. ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમે સાઉથ આફ્રિકાની સામે ત્રણ મેચની ટી-20 સિરિઝ પણ રમવાની છે. આ સિરિઝની પ્રથમ મેચ તિરુવનંતપુરમના રાજસી ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાવાની છે. મેચ પહેલા કેરળ રાજ્યનું વીજળી બોર્ડ (કેએસઈબી) વીજળીના બાકી બિલને લઈને હેરાન છે. ભારતની સામેની પ્રથમ ટી20 ક્રિકેટ મેચ માટે મહેમાન દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમની મેજબાની કરવા માટે રાજસી ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ તો તૈયાર છે પરંતુ કેરળ રાજ્ય વીજળી બોર્ડે બિલોની ચુકવણી ન કરવા પર વીજળીનો સપ્લાય કાપી નાંખ્યો છે.

  કેએસઈબીએ 2.50 કરોડ રૂપિયા ભરવાના બાકી

  નક્કી કાર્યક્રમ મુજબ ત્રણ મેચોની સિરિઝની ટુર્નામેન્ટની પ્રથમ મેચ અહીં 28 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. કેએસઈબીના 2.50 કરોડ રૂપિયાના બાકી બિલની સાથે કેરળ જળ પ્રાધિકરણ પણ પાણીનો સપ્લાય બંધ કરવાની ધમકી આપી રહ્યું છે. ખરાબ નાણાંકીય સ્થિતિને કારણે સ્ટેડિયમના માલિકો માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. કોરોના મહામારીની પણ તેમાં મહત્વની ભૂમિકા છે.

  આ મુદ્દામાં રાજ્ય સરકાર હસ્તક્ષેપ કરે તેવી શક્યતા

  કેરળ ક્રિકેટ એસોસિએશન, મેગા ઈવેન્ટની મેજબાની કરી રહ્યું છે. અહીં લગભગ 50,000 પ્રેક્ષકો મેચ જોવા આવે તેવી શક્યતા છે. જોકે મેચ પહેલા આ સમસ્યાઓ પર કેસીએએ ચિંતા વ્યક્ત કરી છે. સ્ટેડિયમની વીજળી જતી રહ્યાં પછીથી આ મુદ્દે ચર્ચા-વિચારણ કરવા એક બેઠક બોલાવવામાં આવી છે. કેસીએને આશા છે કે આ બાબતોનો ઝડપથી ઉકેલ આવશે અને વીજળીનો સપ્લાય શરૂ થઈ જશે. આ મુદ્દામાં રાજ્ય સરકાર હસ્તક્ષેપ કરશે તેમ કેસીએ ઈચ્છી રહ્યું છે.
  Published by:Vrushank Shukla
  First published:

  Tags: Cricket New in Gujarati, Cricket t20 world cup, ક્રિકેટ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन