યૂએઈથી ગેરકાયદેસર સોનું લાવવાની શંકામાં ક્રુણાલ પંડ્યા પકડાયો, મુંબઈ એરપોર્ટ પર DRIએ રોક્યો

યૂએઈથી ગેરકાયદેસર સોનું લાવવાની શંકામાં ક્રુણાલ પંડ્યા પકડાયો, મુંબઈ એરપોર્ટ પર DRIએ રોક્યો

ક્રુણાલ પંડ્યા પર આરોપ છે કે તે યૂએઈથી નક્કી કરેલા માત્રા કરતા વધારે સોનું લઈને આવ્યો હતો

 • Share this:
  મુંબઈ : આઈપીએલ-2020માં ચેમ્પિયન બનેલી ટીમ મુંબઈ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાને (Krunal Pandya) મુંબઈ એરપોર્ટ પર ગેરકાયદેસર સોનું લાવવાના આરોપમાં રોકવામાં આવ્યો હતો. ક્રુણાલ પંડ્યા પર આરોપ છે કે તે યૂએઈથી નક્કી કરેલા માત્રા કરતા વધારે સોનું લઈને આવ્યો હતો. સાથે તેની પાસે બીજો કિંમતી સામાન પણ મળ્યો છે. ક્રુણાલ પંડ્યાને રેવન્યૂ ઇન્ટેલિજેન્સના અધિકારીઓ રોક્યો હતો. સમાચાર એજન્સી ANIના મતે કસ્ટમના અધિકારી તેની પૂછપરછ કરી હતી.

  પંડ્યાના પરિવારને છે ગોલ્ડનો શોખ

  ક્રુણાલ પંડ્યા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો મોટો ભાઈ છે. બંને ભાઈઓને ગોલ્ડની જ્વેલરીનો ઘણો શોખ છે. ક્રુણાલ પંડ્યા પોતાની પત્ની પંખુડી સાથે દુબઈ ગયો હતો. હાર્દિક પંડ્યા દુબઈથી સીધો ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રવાના થયો છે.

  આ પણ વાંચો - ડી વિલિયર્સે જણાવ્યું IPL 2020ની બેસ્ટ ટીમનું નામ, કહ્યું - કોઈ જ શંકા નથી  અરબ દેશોમાં સોનાની કિંમત ઘણી ઓછી હોય છે અને ઘણા લોકો ત્યાંથી સોનાની ખરીદી કરે છે. જોકે વિદેશથી સોનું ભારતમાં લાવવાના બે નિયમ છે. પુરુષ યાત્રી 20 ગ્રામ જ્યારે મહિલા યાત્રી પોતાની સાથે 40 ગ્રામ સોનું પરત આવતી લાવી શકે છે. એક કિલો સુધી સોનું લાવવા માટે લગભગ 12.5 ટકા સીમા શુલ્ક આપવો પડે છે.

  ક્રુણાલ માટે આ વખતે આઈપીએલ ખાસ રહી નથી. તેણે 12 ઇનિંગ્સમાં 18.16ની એવરેજથી 109 રન જ બનાવ્યા છે.બોલિંગમાં 6 વિકેટ ઝડપી હતી.
  Published by:Ashish Goyal
  First published: