Krunal Pandya Stpes Down As Baroda Captain : બરોડાના કેપ્ટન તરીકે કૃણાલ પંડ્યાએ રાજીનામું આપ્યું
Krunal Pandya: ભારતીય ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ (Krunal Pandya)એ બરોડા ટીમ (Baroda Team)ની કેપ્ટનશીપ છોડી છે. કૃણાલે બરોડા માટે ખેલાડી તરીકે રમવાની તૈયારી દર્શાવી છે.
Krunal Pandya: ભારતીય ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ (Krunal Pandya)એ બરોડા ટીમ (Baroda Team)ની કેપ્ટનશીપ છોડી છે. કૃણાલે બીસીએના પ્રેસિડેન્ટ (Baroda Cricket Association) પ્રણવ અમીન (Pranav amin)ને ઈમેલ પર સૂચના આપી છે. સૈયદ મુસ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy)માં કૃણાલની કેપ્ટનશીપમાં ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યુ હતું. કૃણાલ પંડ્યાએ બીસીએને લખેલા ઈમેલમાં લખ્યું છે કે તે ટીમની પસંદગી માટે ઉપલબ્ધ રહેશે અને ખેલાડી તરીકે રમવાનું શરૂ રાખશે.
તાજેતરમાં જ રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં બરોડાની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યુ હતું બરોડાની ટીમ પોતાના ગૃપમાં સૌથી તળિયે હતી. પાંચ મેચમાંથી બરોડા એક માત્ર મેચ જીતી શક્યું હતું અને બરોડાની ટીમ નોકઆઉટમાં પણ સિલેક્ટન નહોતી થઈ. આ ઉપરાંત પંડ્યાનું પ્રદર્શન પણ ખરાબ રહ્યુ હતું.
કૃણાલનું ફોર્મ સમસ્યા
કૃણાલનું ફોર્મ પણ બરોડાની ટીમ માટે ચિંતાનો વિષય હતો.સાથે જ આઈપીએલમાં પણ કૃણાલનું પ્રદર્શન ખાસ નહોતું. કૃણાલે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 5 મેચમાં 87 રન બનાવ્યા હતા જેમાં એક ફિફ્ટી પણ શામેલ હતી. રિપોર્ટ મુદબ વિજય હઝારે ટ્રોફી સિઝન પહેલાં કેદાર દેવધર બરોડાનો કેપ્ટન બની શકે છે જ્યારે ભાર્ગવ ભટ્ટ વાઇસ કેપ્ટન બની શકે છે.
દિપક હૂડા સાથે વિવાદ
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કૃણાલ પંડ્યાનો દીપક હુડા સાથે વિવાદ થયો હતો. દીપક હુડાએ કૃણાલ પર ગંભીર આક્ષેપ કર્યો હતો ત્યારબાદ દીપક હુડાએ બરોડા માટે રમવાનું છોડી અને રાજસ્થાન માટે રમવાનું શરૂ કર્યુ હતું.
દરમિયાન આઈપીએલના ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે રિટેન કરેલા ખેલાડીઓની યાદીમાં રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, કિરન પોલાર્ડ અને ઈશાન કિશનનું નામ સામે આવી રહ્યુ છે જ્યારે પંડ્યા બંધુઓને મુંબઈ ઝટકો આપી શકે છે. હાર્દિક આઈપીએલની અમદાવાદ ફ્રેન્ચાઇઝ માટે રમી શકે છે તેવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે.
કૃણાલ પંડ્યાનું કરિયર
કૃણાલ પંડ્યા ભારત માટે 5 વનડે રમય્ો છે જેાં તેણે 130 રન બનાવ્યા છે અને તેનો સર્વાધિક સ્કોર 58 રનનો છે જ્યારે ટી20માં તે 19 મેચ રમ્યો છે જેમાં 124 રન બનાવ્યા છે અને તેનો સર્વાધિક સ્કોર 24 રન છે. જ્યારે આઈપીએલમાં 84 મેચ રમ્યો છે અને 1143 રન બનાવ્યા છે અને 86 હાઇએટસ્ટ છે.
5 વનડેમાં કૃણાલે 223 રન આપી અને 2 નવલિકેટ મેળવી છે જ્યારે 19 ટી-20માં તેણે 554 રન આપીને 15 વિકેટ લીધી છે. જ્યારે આઈપીએલમાં તેના નામે 84 મેચમનાં 51 વિકેચ છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર