ડેબ્યૂ મેચમાં હાફ સેન્ચૂરી કરી ભાઇ હાર્દિકના ગળે મળી રડવા લાગ્યો કૃણાલ, BCCI શેર કર્યો Emotional Video

હાર્દિક અને કૃણાલ પંડ્યા

કૃણાલને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો તો તે રડી પડયો હતો. તેણે ધીરે ધીરે બોલતા કહ્યું કે, 'આ ઇનિંગ મારા સ્વર્ગસ્થ પિતાને સમર્પિત છે.'

  • Share this:
    ભારતે મંગળવારે ઇંગ્લેન્ડને (IndVsEng) પ્રથમ વનડેમાં (One Day) 66 રનથી હરાવ્યું હતું. જેમા હાર્દિક પંડ્યાના (Hardik Pandya) ભાઇ કૃણાલ પંડ્યાને (Krunal Pandya) ભારત માટે વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં (International cricket debut) ડેબ્યૂ કરવાની તક મળી હતી. પોતાની ડેબ્યૂ મેચમાં કૃણાલ પંડ્યા બે વાર ભાવુક (Emotional) થઇ ગયા. મેચ શરૂ થતા પહેલા જ્યારે હાર્દિક પંડ્યાએ તેમને વનડે કેપ આપી ત્યારે તે ભાઇના ગળે લાગ્યા. જે બાદ તેમણે વન ડે મેચમાં હાફ સેન્ચૂરી લગાવી જે બાદ તે પોતાના ભાઇને ગળે મળ્યા ત્યારે તો તે રળવા જ લાગ્યા. આ વીડિયો બીસીસીઆઈએ (BCCI) શેર કર્યો છે જે, હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

    ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. ઓપનર ધવને 98 અને કે.એલ. રાહુલે 43 બોલમાં 4 ચોગ્ગા, 4 છગ્ગા સાથે અણનમ 62 રન બનાવ્યા હતા. આ સાથે ડેબ્યૂ મેચ રમનારા કૃણાલ પંડયાએ 31 બોલમાં 7 ચોગ્ગા, બે છગ્ગા સાથે અણનમ 58 રન ફટકાર્યા હતા. ભારતે 50 ઓવરોમાં પાંચ વિકેટે 317 રનનો મોટો સ્કોર કર્યો હતો.



    જેના જવાબમાં ઇંગ્લેન્ડ રન રેટના દબાણ હેઠળ 251 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. બેરસ્ટો એ 66 બોલમાં 94 રનની ઇનિંગ રમી એક તબક્કે જીતની શકયતા ઉભી કરી હતી. શાર્દુલ ઠાકુર અને કારકિર્દીની પ્રથમ વન ડે રમનાર પ્રસિદ્ધ ક્રિષ્નાની મિડિયમ પેસ બોલિંગનું યોગદાન પણ રહ્યું.



    પ્રસિદ્ધે 54 રનમાં 4 અને ઠાકુરે 37 રનમાં 3 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ સૌ પ્રથમ વન-ડે કારકિર્દીમાં શ્રેષ્ઠ બોલિંગ દેખાવ કરનાર ભારતનો બોલર બન્યો હતો. આજના વિજય સાથે કૃણાલ પંડયાનો વર્લ્ડ રેકોર્ડ અને તે સ્વર્ગસ્થ પિતાની યાદમાં ભાવુક બની ગયો હતો. તે દ્રશ્યો પ્રેક્ષકોને પણ ઇમોશ્નલ બનાવી દીધા હતા.



    કૃણાલ પંડયાએ 26 બોલમાં તેના 50 રન પૂરા કરીને કારકિર્દીની પ્રથમ વનડેમાં ફાસ્ટેસ્ટ અર્ધી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જયો હતો. અગાઉનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના જોન મોરિસના નામે હતો. તેણે તેની સૌ પ્રથમ વન ડેમાં ઇંગ્લેન્ડ સામે 1990માં 35 બોલમાં 50 રન પૂરા કર્યા હતા.



    કૃણાલને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો તો તે રડી પડયો હતો. તેણે ધીરે ધીરે બોલતા કહ્યું કે, 'આ ઇનિંગ મારા સ્વર્ગસ્થ પિતાને સમર્પિત છે.' આ જોઈ તેનો ભાઈ હાર્દિક સાંત્વના આપતા કૃણાલને ભેટી પડયો હતો. હાર્દિક પંડયાએ કાર્તિક જોડે વાત કરતા જણાવ્યું હતું કે, 'સ્વર્ગસ્થ પિતાને યાદ કરીને કૃણાલ ખૂબ જ ભાવુક બની ગયો છે.'
    Published by:Kaushal Pancholi
    First published: