બીજી ટી-20ઃ ક્રુણાલ પંડ્યાએ મેળવી ખાસ સિદ્ધિ, ભારતનો 7 વિકેટે વિજય

News18 Gujarati
Updated: February 8, 2019, 3:25 PM IST
બીજી ટી-20ઃ ક્રુણાલ પંડ્યાએ મેળવી ખાસ સિદ્ધિ, ભારતનો 7 વિકેટે વિજય
ક્રુણાલે બીજી ટી-20માં 4 ઓવરમાં 28 રન આપી 3 વિકેટ ઝડપી

ક્રુણાલે બીજી ટી-20માં 4 ઓવરમાં 28 રન આપી 3 વિકેટ ઝડપી

  • Share this:
ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટી-20માં ફ્લોપ રહેનાર ક્રુણાલ પંડ્યાએ ઓકલેન્ડમાં બીજી ટી-20માં શાનદાર વાપસી કરી હતી. ક્રુણાલે બીજી ટી-20માં 4 ઓવરમાં 28 રન આપી 3 વિકેટ ઝડપી હતી. ભારતની જીતમાં તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. ક્રુણાલે કેન વિલિયમ્સન, કોલિન મુનરો અને ડેરેલ મિચેલને આઉટ કર્યા હતા. ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વિકેટ ઝડપી ક્રુણાલે એક ખાસ સિદ્ધિ મેળવી છે. ક્રુણાલ ન્યૂઝીલેન્ડમાં ટી-20 મેચમાં 3 વિકેટ ઝડપનાર ભારતનો પ્રથમ બોલર બન્યો છે. 10 તારીખે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અંતિમ ટી-20 રમાશે

ભારતને બીજી સફળતા ક્રુણાલ પંડ્યાએ છઠ્ઠી ઓવરમાં અપાવી હતી. તેણે મુનરોને 12 રને આઉટ કર્યો હતો. આ પછી તેણે ડેરેલ મિચેલને આઉટ કર્યો હતો. આ પછીની ઓવરમાં કેપ્ટન વિલિયમ્સનને 20 રને આઉટ કર્યો હતો. ક્રુણાલની શાનદાર સ્પિન બોલિંગના હરભજન સિંહે પણ વખાણ કર્યા હતા.

ક્રુણાલના બોલ પર થયો વિવાદ

જ્યારે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં ક્રુણાલના બોલે ડેરેલ મિચેલ આઉટ થયો તો તેના ઉપર વિવાદ થયો હતો. મિચેલને અમ્પાયરે LBW આઉટ આપ્યો હતો. આ પછી બેટ્સમેને રિવ્યૂ લીધો હતો. મામલો થર્ડ અમ્પાયર પાસે ગયો તો HOTSPOT ટેકનિકથી લાગ્યું કે મિચેલનો બોલ બેટને અડ્યો છે. તેના બેટ પર સફેદ નિશાન બનતું હતું. આ પછી અમ્પાયપે સ્નિકો ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. જેમાં બોલ બેટને અડ્યો હોય તેવી કોઈ સાબિતી મળી ન હતી. અમ્પાયરે મિચેલને આઉટ આપ્યો હતો.

ભારતનો 7 વિકેટે વિજય
ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 8 વિકેટે 158 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 18.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ભારત તરફથી રોહિત શર્માએ 50 અને પંતે 40 રન બનાવ્યા હતા.
First published: February 8, 2019, 3:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading