IPL 2018: કોલકત્તા સામે મુંબઇએ 102 રને શાનદાર વિજય

News18 Gujarati
Updated: May 9, 2018, 11:44 PM IST
IPL 2018: કોલકત્તા સામે મુંબઇએ 102 રને શાનદાર વિજય
આઇપીએલ 2018 સિઝન 11નો રોમાંચ પૂરજોશમાં છે. કોલકત્તાના ઇડન ગાર્ડન્સમાં મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે જબદસ્ત ટક્કર થવા જઇ રહી છે.

આઇપીએલ 2018 સિઝન 11નો રોમાંચ પૂરજોશમાં છે. કોલકત્તાના ઇડન ગાર્ડન્સમાં મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે જબદસ્ત ટક્કર થવા જઇ રહી છે.

  • Share this:
કોલકત્તાના ઇડન ગાર્ડનમાં મુંબઇ અને કોલકત્તા વચ્ચે આઇપીએલ સિઝન 11ની મેચમાં કોલકત્તા સામે મુંબઇ ઇન્ડિયન્સએ 102 રને શાનદાર વિજય મેળવ્યો છે. મુંબઇની ટીમે 18.1 ઓવરમાં જ કોલકત્તાની ટીમને ઓલ આઉટ કરીને જીત નોંધાવી છે. મુંબઇએ પહેલી બેટિંગમાં જ કોલકત્તા સામે 210 રન બનાવી સારુ પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ કોલકત્તાની ટીમને ઓલ આઉટ કરીને ફિલ્ડિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આમ મુંબઇની ટીમે કોલકત્તાને કારમી પરાજય આપી છે. મુંબઇએ આપેલા 211 રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકત્તાની ટીમના એક પછી એક બધા જ બેટ્સમેનો પેવેલિનય ભેગા થઇ ગયા હતા. આમ 18.1 ઓવરમાં કોલકત્તા માત્ર 108 રન જ બનાવી શક્યું.

ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કોલકત્તાએ કર્યો હતો. જેના પગલે મુંબઇને પહેલા બેટિંગ કરવાની તક મળી હતી. તકનો લાભ લઇને મુંબઇને 200 રન ઉપરનો પહાડી ટાર્ગેટ ખડો કર્યો છે. 210 રન કરવા માટે મુંબઇને 6 વિકેટનું નુકસાન વેઠવું પડ્યું હતું. આમ કોલકત્તાને મેચ જીતવા માટે 211 રન બનાવવા પડશે.

મેજબાન કેકેઆર આવખતે દસ મેચમાંથી પાંચ મેચ જીતી છે જે પોઇન્ટ ટેબલ ઉપર ચોથા ક્રમે છે. જ્યારે રોહિત શર્મા એન્ડ કંપની દસ મેચોમાંથી ચાર મેચ જીતીને 8 પોઇન્ટ સાથે સ્કોર બો્રડ ઉપર પાંચમા નંબર પર છે.

ઇડન ગાર્ડન્સમાં કેકેઆરને જીત મળશે તો પ્લેઓફનો રસ્તો વધારે સરળ બનાવશે. જ્યારે ગત મેચમાં કેકેઆરને પછાડનાર મુંબઇ ટીમને એકવાર ફરીથી પોતાનો દબદબો કાયમ રાખવા અને પ્લેઓફમાં આવવાની સંભાવનાને વધારે મક્કમ બનાવશે. દરેક જાણે છે કે, ગત મેચમાં મુંબઇએ કેકેઆરને 13 રનથી હરાવ્યું હતું. આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ હતી. જે મુંબઇનું હોમગ્રાઉન્ડ છે.

મુંબઇ કોણે બનાવ્યા કેટલા રન?

સુર્યકુમાર યાદવઃ 32 બોલમાં 36 રનઇવિન લુઇસઃ 13 બોલમાં 18 રન
રોહિત શર્માઃ 31 બોલમાં 36 રન
ઇશાન કિશનઃ 21 બોલમાં 61 રન
હાર્દિક પંડ્યાઃ 13 બોલમાં 19 રન
બેન કટીંગઃ 9 બોલમાં 24 રન
કૃણાલ પંડ્યાઃ 2 બોલમાં 8 રન (નોટઆઉટ)
પૌલ ડુમિનીઃ નોટાઉટ

કોલકત્તા કોણે લીધી કેટલી વિકેટ

આન્ડ્રે રસલઃ 16 રન આપી 0 વિકે
પી ક્રિષ્ણાઃ 41 રન આપી 1 વિકેટ
ટોમ કરનઃ 33 રન આપી 1 વિકેટ
સુનિલ નરેનઃ 27 રન આપી 1 વિકેટ
પિયુષ ચાવલાઃ 48 રન આપી 3 વિકેટ
કુલદીપ યાદવઃ 43 રન આપી 0 વિકેટ

કોલકત્તાઃ કોણે લીધા કેટલા રન?

સુનિલ નારાયણઃ 2 બોલમાં 4 રન
ક્રિશ લિનઃ 12 બોલમાં 21 રન
રોબિન ઉથપ્પાઃ 13 બોલમાં 14 રન
નિતિશ રાણાઃ 19 બોલમાં 21 રન
આન્દ્રે રસેલઃ 4 બોલમાં 2 રન
દિનેશ કાર્તિકઃ 3 બોલમાં 5 રન
રિંકુ સિંહઃ 3 બોલમાં 5 રન
ટોમ કરનઃ 17 બોલમાં 18 રન
પિયુષ ચાવલાઃ 13 બોલમાં 11 રન
કુલદીપ યાદવઃ 15 બોલમાં 5 રન
પ્રસિધ ક્રિષ્ણાઃ 5 બોલમાં 1 રન

મુંબઇઃ કોણે લીધી કેટલી વિકેટ ?

મિશેલ મેક્લેનઘાનઃ 24 રન આપી 1 વિકે
કૃણાલ પંડ્યાઃ 12 રન આપી 2 વિકેટ
જસપ્રિત બુમરાહઃ 17 રન આપી 1 વિકેટ
હાર્દિક પંડ્યાઃ 16 રન આપી 2 વિકેટ
મયંક માર્કન્ડેઃ 12 રન આપી 1 વિકેટ

કોલકતા નાઈટ રાઈડર્સ

ક્રિસ લિન, સુનીલ નરેન, રોબિન ઉથપ્પા, નીતિશ રાણા, દિનેશ કાર્તિક, રિંકુ સિંઘ, આન્દ્રે રસેલ, પિયુષ ચાવલા, ટોમ કર્રાન, પ્રસિદ કૃષ્ણ, કુલદીપ યાદવ

મુંબઈ ઈન્ડિયન્સ

સૂર્યકુમાર યાદવ, એવિન લેવિસ, રોહિત શર્મા (સી),  હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જીન-પૌલ ડ્યુમિની, ઇશાન કિશન, બેન કટિંગ, મિશેલ મેકક્લેનાઘાન, મયંક માર્કન્ડે, જસપ્રિત બમરા
First published: May 9, 2018, 6:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading