દક્ષિણ આફ્રિકાની ટીમને લઈ મોટો ખુલાસો, આ ડીલના કારણે કર્યુ ખરાબ પ્રદર્શન

દક્ષિણ આફ્રિકા વર્લ્ડ કપમાં 9 મેચમાંથી 5 મેચમાં હારી ગયું.

છેલ્લા એક વર્ષમાં એક પણ વનડે સીરીઝ ન હારનારી દક્ષિણ આફ્રિકાની ટીમે કેમ કર્યુ ખરાબ પ્રદર્શન?

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : જે ટીમ છેલ્લા એક વર્ષમાં એક પણ વનડે સીરીઝ નથી હારી, જેણે વર્લ્ડ કપ પહેલા પોતાની 76 ટકા મેચ જીતી, જેની સેમીફાઇનલમાં પહોંચવાની પ્રબળ આશા હતી, તે ટીમ ફરી એકવાર ચોકર્સ સાબિત થઈ. અમે વાત કરી રહ્યા છીએ દક્ષિણ આફ્રિકા ટીમની. આ વખતના તેમની સારા પ્રદર્શનની આશા હતી, પરંતુ આ વખતે પણ સ્થિતિ પહેલા જેવી જ રહી.

  દક્ષિણ આફ્રિકાની ટીમે આ વર્લ્ડ કપમાં નવ મેચ રમી, જેમાંથી પાંચમાં તેને હારનો સામનો કરવો પડ્યો. ત્રણમાં તેને જીત મળી, જ્યારે એક મેચ પરિણામ વગરની રહી. જોકે, ટીમ છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને 10 રને હરાવી પોતાની શાખ બચાવવામાં સફળ રહી. પરંતુ દક્ષિણ આફ્રિકાના ખરાબ પ્રદર્શનની પાછળ માત્ર ખેલાડીઓ નહીં પરંતુ એક ડીલ પણ જવાબદાર છે.

  આ પણ વાંચો, બુમરાહનો ખુલાસો- સેમીફાઇનલમાં આવી હશે ટીમ ઈન્ડિયાની રણનીતિ

  ચોંકશો નહીં, મૂળે આ ડીલનું નામ છે કોલ્પાક ડીલ, જે હેઠળ ખેલાડીઓ કાઉન્ટી ક્રિકેટને વધુ પ્રાધાન્ય આપે છે. કોલ્પાક ડીલ 2004માં થઈ હતી. તે દુનિયાના 100 દેશોના ખેલાડીઓને યૂરોપિયન યૂનિયન (EU)ના કોઈ પણ દેશમાં જઈને રમવાની મંજૂરી આપે છે. રમતને વંશીય રીતે ન્યૂટ્રલ બનાવવા માટે આફ્રિકન દેશોના ખેલાડીઓને કોલ્પાક હેઠળ કાઉન્ટી રમવાન માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ કારણથી આફ્રિકાના ખેલાડીઓમાં ઓછી ઉંમરમાં જ પોતાના દેશના ક્રિકેટથી સંન્યાસ લઈ કોલ્પાક સાઇન કરી કાઉન્ટી રમવાનો ટ્રેન્ડ વધ્યો છે.

  બ્રેક્ઝિટ બાદ કોલ્પાક ડીલમાં વેગ આવ્યો

  બ્રેક્ઝિટ બાદ ખેલાડીઓને આ ડીલમાં વધુ રસ પડવા લાગ્યો. કોલ્પાકના ફાયદાઓમાં બ્રિટનની ઉત્તમ લાઇફસ્ટાઇલ, કાઉન્ટીના વાર્ષિક કોન્ટ્રાક્ટ, પ્રદર્શન પર ઓછું દબાણ અને નાણાકિય સુરક્ષા તો સામેલ છે જ, ઉપરાંત કોલ્પાક ડીલ હેઠળ કાઉન્ટી રમનારાઓને ત્યાં ડોમેસ્ટિક ખેલાડીનો દરજ્જો પણ મળે છે. કોલ્પાક ડીલ સાઇન કરવાની સરળ શરત છે. આ શરતમાં ખેલાડીની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને તેને ઇન્ટરનેશનલ લેવલનું ક્રિકેટ રમેલું હોવું જોઈએ.

  કોલ્પાક ડીલ સાઇન કરનારા ખેલાડીઓમાં મોર્ને મોર્કલનું નામ પણ સામેલ છે.


  15 વર્ષમાં દક્ષિણ આફ્રિકાના 44 ખેલાડીએ કોલ્પાક ડીલ સાઇન કરી

  15 વર્ષમાં દક્ષિણ આફ્રિકાના 44 ખેલાડી કોલ્પાક ડીલ સાઇન કરી ચૂક્યા છે. 2010થી 2016 સુધી 6 આફ્રિકાના ખેલાડીઓ આ ડીલ સાઇન કરી, જ્યારે 2016થી અત્યાર સુધી ત્રણ વર્ષમાં 12 ખેલાડી આ ડીલ સાઇન કરી ચૂક્યા છે. હાલમાં જ દિગ્ગજ બેટ્સમેન એબી ડીવિલિયર્સે જ્યારે કારર્કિદીના શીખર પર હોવા છતાંય અચાનક સંન્યાસ લઈ લીધો ત્યારે પણ એવી ચર્ચા થઈ રહી હતી કે હવે તે કોલ્પાક સાઇન કરી શકે છે, પરંતુ હજુ તેણે આવું નથી કર્યુ.

  આ પણ વાંચો, બીજેપીના દબાણના કારણે બહાર થયો શમી : પાકિસ્તાન એક્સપર્ટ

  આ પણ વાંચો, નિવૃત્તિની અટકળો વચ્ચે ધોની બોલ્યો - મને જ ખબર નથી ક્યારે નિવૃત્તિ લઇશ
  Published by:Mrunal Bhojak
  First published: