મુંબઈ : ક્રિસ મોરિસ (4 વિકેટ)ની શાનદાર બોલિંગ બાદ સંજુ સેમસનના અણનમ 42 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-2021માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટે 133 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 18.5 ઓવરમાં 4 વિકેટે પડકાર મેળવી લીધો હતો.
મેચ અપડેટ્સ -સંજુ સેમસનના 41 બોલમાં અણનમ 42 રન
-ડેવિડ મિલર 24 રને અણનમ
-શિવમ દુબે 22 રને આઉટ
-યશસ્વી 22 રને માવીનો શિકાર બન્યો
-જોશ બટલર 5 રન બનાવી આઉટ
-મોરિસે સૌથી વધારે 4 વિકેટ ઝડપી
-કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટે 133 રન બનાવ્યા
-રસેલ 9 રને મોરિસનો શિકાર બન્યો
-દિનેશ કાર્તિકના 24 બોલમાં 4 ફોર સાથે 25 રન
-રાહુલ ત્રિપાઠીના 26 બોલમાં 36 રન
-મોર્ગન એકપણ બોલ રમ્યા વગર રનઆઉટ થયો
-સુનીલ નરેન 6 રને કેચ આઉટ
-નીતિશ રાણા 22 રને સાકરિયાનો શિકાર બન્યો
-શુભમન ગિલ 11 રને રન આઉટ
-રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
બંને ટીમ આ પ્રકારે છેરાજસ્થાન રોયલ્સ - યશસ્વી જાયસ્વાલ, જોશ બટલર, સંજૂ સેમસન, ડેવિડ મિલર, શિવમ દુબે, રિયાન પરાગ, ક્રિસ મોરિસ, રાહુલ તેવાટિયા, જયદેવ ઉનડકટ, મુશ્તાફિઝુર રહમાન, ચેતન સાકરિયા.
કોલકાતા નાઇટ રાઇડર્સ - શુભમન ગિલ, નીતિશ રાણા, રાહુલ ત્રિપાઠી, ઇયોન મોર્ગન, દિનેશ કાર્તિક, આન્દ્રે રસેલ, પેટ કમિન્સ, સુનીલ નરેન, વરુણ ચક્રવર્તી, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, શિવમ માવી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ipl 2021, Live Cricket Score, Rajasthan royals