KKR Vs RR : કોલકાતાએ 06 વિકેટે મેળવી જીત, રાજસ્થાન સંકટમાં

News18 Gujarati
Updated: May 16, 2018, 2:36 PM IST
KKR Vs RR : કોલકાતાએ 06 વિકેટે મેળવી જીત, રાજસ્થાન સંકટમાં

  • Share this:
ઈડન ગાર્ડનમાં થયેલા મુકાબલામાં કોલકાતાએ રાજસ્થાનને 06 વિકેટે હરાવીને પ્લેઓફમાં પહોંચવા માટેની સૌથી મોટી દાવેદાર બની ગઈ છે. આ જીત સાથે જ કોલકાતા પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર આવી ગઈ છે. આ પહેલા પણ તે 12 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને જ હતી.

વિસ્ફોટક શરૂઆત કરનાર રાજસ્થાન રોયલ્સ 19 ઓવરમાં 142 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. રાજસ્થાન તરફથી જોશ બટલર અને રાહુલ ત્રિપાઠીએ આક્રમક શરૂઆત કરી હતી. પરંતુ પાંચમી ઓવરમાં રાહુલ ત્રિપાઠીની વિકેટ પડી ત્યાર બાદથી રાજસ્થાનનો ધબડકો શરૂ થયો અને 19 ઓવરમાં આખી ટીમ 142 રને તો પેવેલિયન ભેગી થઈ ગઈ. રાજસ્થાન તરફથી જોશ બટલર 39 રન, રાહુલ ત્રિપાઠી 27 અને જયદેવ ઉનાડકટે પાછળથી આવીને 26 રનની ઈનિંગ રમી હતી. કોલકાતા તરફથી કૂલદીપ યાદવે ચાર ઓવરમાં માત્ર વીસ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.રસેલ અને ક્રિષ્નાએ બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે માવી અને સુનિલ નારનને એક-એક વિકેટ મળી હતી.

રાજસ્થાને આપેલા 143 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલ કોલકાતાને સુનિલ નારને સારી શરૂઆત કરાવી હતી. જોકે, સુનિલ નારન બીજી જ ઓવરમાં આક્રમક બેટિંગ કરીને આઉટ થઈ ગયો હતો. નારન 7 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ બેન સ્ટોક્સે નારનને આઉટ કર્યા બાદ ચોથી ઓવરમાં ઉથપ્પાને પણ આઉટ કરી દીધો હતો, આમ કોલકાતાને 36 રને બીજો ફટકો લાગી ગયો હતો. ઉથપ્પા માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ નીતિશ રાણાના રૂપમાં કોલકાતાને ત્રીજો ફટકો લાગ્યો હતો. નીતિશ રાણા 21 રન બનાવીને ઈશ સોઢીનો શિકાર થઈ ગયો હતો, તે સમયે ટીમનો સ્કોર 71 રન હતો. આમ 71 રને ટીમને ત્રણ ઝટકા લાગી ચૂક્યા હતા. જોક, કેપ્ટન દિનેશ કાર્તિક અને સામે છેડે ઉભેલ ક્રિસ લિને અહીથી સારી એવી પાર્ટનરશીપ કરીને મેચને જીતમાં ફેરવી નાંખી હતી. કોલકાતા તરફથી ક્રિસ લિન 45 રન બનાવીને આઉટ થયો, જ્યારે દિનેશ કાર્તિકે 31 બોલમાં 41 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી.

રાજસ્થાન તરફથી બેન સ્ટોક્સે શાનદાર બોલિંગ નાખતા 4 ઓવરમાં માત્ર પંદર રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઈશ સોઢીએ ચાર ઓવરમાં એક વિકેટ ઝડપીને માત્ર 21 રન આપ્યા હતા.

આ સિઝનમાં સર્વાધિક સ્કોર બનાવ્યો હતો કેકેઆરે

દિનેશ કાર્તિકની કેકેઆરે સતત બે હાર બાદ પાછલી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ વિરૂદ્ધ આઈપીએલની આ સિઝનમાં સર્વાધિક સ્કોર બનાવ્યો હતો. જે આઈપીએલના ઈતિહાસનો ચોથો સૌથી મોટો સ્કોર રહ્યો. કેકેઆરે 245 રન બનાવીને પંજાબને 31 રનથી માત આપી હતી.રાજસ્થાનની જીતના સૂત્રધાર બન્યો બટલર

ટૂર્નામેન્ટથી બહાર થવાની અણી પર રહેલી રાજસ્થાને સતત ત્રણ મેચોમાં જીત મેળવી અને ત્રણેયમાં જોસ બટલર જીતના સૂત્રધાર રહ્યાં. ઓપનર બેટ્સમેન બટલર અણનમ 94 રનની મદદથી રોયલ્સને પાછલી મેચમાં મુંબઈ વિરૂદ્ધ સાત વિકેટથી જીત અપાવી હતી. મુંબઈ વિરૂદ્ધ ઈંગ્લેન્ડના વિકેટકિપર બેટ્સમેન સતત પાંચમી અર્ધશતક ફટકારીને વીરેન્દ્ર સહેવાગના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. પાછલી પાંચ ઈનિંગમાં બટલરે 67, 51, 82, 95* અને 94* રન બનાવ્યા હતા. કેકેઆર માટે બટલર અને બેન સ્ટોક્સને રોકવા જરૂરી છે.

રહાણેને ફોમમાં પાછા ફરવું પડશે

કેપ્ટન અજિંક્ય રહાણે ખરાબ ફોમમાં છે, જેનો કેકેઆર પૂરેપૂરો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે. જ્યારે કેપ્ટન રહાણેને પોતાની રાજસ્થાન રોયલ્સને પ્લેઓફમાં જગ્યા અપાવવી છે, તો ગમે તે પરિસ્થિતિમાં મેચને જીતવાની કોશિશ કરવી પડશે. કેકેઆરની ઈડન ગાર્ડન પર આ અંતિમ મેચ છે. ઈડન ગાર્ડન પર એલિમિનેટર અને બીજી પ્લેઓફ થવાનો છે અને આઈપીએલ પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા સ્થાન પર રહેવા પર તેને પોતાના મેદાન પર રમવાની તક મળી શકે છે.

ફોર્મમાં છે કેકેઆરની બેટ્સમેન

બીજી તરફ કેકેઆરના બેટ્સમેન સુનીલ નારાયણ દિનેશ કાર્તિક અને શુભમ ગિલ ફોર્મમાં છે. નારાયણે ઈન્દોરમાં 36 બોલમાં 75 રન બનાવ્યા, જ્યારે કાર્તિકે 23 બોલમાં 50 રનની ઈનિંગ રમી. નારાયણ અત્યાર સુધી કેકેઆરના ટ્રમ્પકાર્ડ સાબિત થયો છે. આ મેચમાં બટલર અને નારાયણ વચ્ચેની ટક્કર જોવા લાયક હશે. કેપ્ટન કાર્તિકે 371 રન બનાવ્યા છે અને તે પોતાના ફોર્મને યથાવત રાખવા માંગશે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી આઈપીએલમાં 14 મેચો રમાઈ છે અને બંને સાત-સાત મેચો જીતી છે.
First published: May 15, 2018, 5:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading