Home /News /sport /વિરાટ કોહલી અને કેએલ રાહુલ હવે સીધા વર્લ્ડ કપની મેચમાં મળશે જોવા

વિરાટ કોહલી અને કેએલ રાહુલ હવે સીધા વર્લ્ડ કપની મેચમાં મળશે જોવા

આફ્રિકા વિરૂદ્ધ ત્રીજી ટી-20 નહી રમે કોહલી- રાહુલ, હવે સીધા વર્લ્ડકપમાં જ રમશે!

India vs South Africa T20i : ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રાહુલને સાઉથ આફ્રિકા વિરૂદ્ધ રમાનાર ત્રીજી ટી-20 મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. ટી-20 વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયાની આ અંતિમ સીરિઝ છે, જેની અંતિમ મેચ 4 ઓક્ટોબરે રમાશે. હવે ફેન્સને વિરાટ કોહલી, કેએલ રાહુલ સીધા પાકિસ્તાન વિરૂદ્ધ 23 ઓક્ટોબરે જ મેદાનમાં જોવા મળશે.

વધુ જુઓ ...
    India vs South Africa T20i : ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રાહુલને સાઉથ આફ્રિકા વિરૂદ્ધ રમાનાર ત્રીજી ટી-20 મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. ટી-20 વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયાની આ અંતિમ સીરિઝ છે, જેની અંતિમ મેચ 4 ઓક્ટોબરે રમાશે. હવે ફેન્સને વિરાટ કોહલી, કેએલ રાહુલ સીધા પાકિસ્તાન વિરૂદ્ધ 23 ઓક્ટોબરે જ મેદાનમાં જોવા મળશે.

    વિરાટ કોહલી અને કેએલ રાહુલને આરામ મળ્યા બાદ શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ત્રીજી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન-11માં બદલાવ જોવા મળી શકે છે. બન્ને ટીમ વચ્ચે સીરિઝની અંતિમ ટી-20 મેચ ઇન્દોરમાં રમાશે, આ મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.

    આ પણ વાંચો : દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનને પ્લેયર ઓફ ધ મેચ મળવો જોઈએ, કેએલ રાહુલને નહીં- ભૂતપૂર્વ ભારતીય ઓપનર

    સીરિઝ જીતી ચુકી છે ટીમ ઇન્ડિયા

    ત્રણ મેચની ટી-20 સીરિઝ પર ભારતીય ક્રિકેટ ટીમે 2-0ની લીડ મેળવી લીધી છે. આ પ્રથમ વખત થયુ છે જ્યારે ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને પોતાના ઘરમાં ટી-20 સીરિઝમાં હરાવ્યુ હોય. હવે જ્યારે ભારત સીરિઝ પોતાના નામે કરી ચુકી છે ત્યારે વિરાટ કોહલીને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

    ભારત ટી-20 વર્લ્ડકપમાં પોતાનો પ્રથમ મુકાબલો 23 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધ છે, આ પહેલા જોકે, ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સામે વૉર્મઅપ મેચ પણ રમશે.


    એશિયા કપમાં વિરાટ કોહલીએ કરી હતી વાપસી

    વિરાટ કોહલીએ એશિયા કપ દરમિયાન જ ટીમ ઇન્ડિયામાં વાપસી કરી હતી, આ પહેલા તે 40 દિવસના બ્રેક પર હતો. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ રમવા માટે 6 ઓક્ટોબરે રવાના થવાની છે, એવામાં તમામ સીનિયર્સ પ્લેયર્સને થોડો આરામ આપવામાં આવી રહ્યો છે. વિરાટ કોહલી ત્રીજી ટી-20 મેચમાં નહી રમે અને એવામાં તે 6 ઓક્ટોબરે ટીમ સાથે રવાના થવા માટે તૈયાર હશે.

    વિરાટ કોહલીની ટી-20માં અંતિમ 6 ઇનિંગ્સ

    49* Vs સાઉથ આફ્રિકા
    3 Vs સાઉથ આફ્રિકા
    63 Vs ઓસ્ટ્રેલિયા
    11 Vs ઓસ્ટ્રેલિયા
    2 Vs ઓસ્ટ્રેલિયા
    122* વર્સિસ અફઘાનિસ્તાન
    Published by:mujahid tunvar
    First published:

    Tags: KL Rahul, Sports news, Sports News in Gujarati, Virat kohali, ક્રિકેટ

    विज्ञापन
    विज्ञापन