એમ્પાયરનાં નિર્ણય પર કોહલીએ બે હાથ જોડીને કરી આજીજી, Twitter પર બન્યા Meme

એમ્પાયર સામે નરમ મૂડમાં કેપ્ટન કોહલી

આ આખી ઘટનામાં ટ્વિટર પર અલગ અલગ મિમ્સ બન્યા અને તે ખુબજ વાયરલ થઇ રહ્યાં છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: આમ તો હમેશાં અગ્રેસિવ મૂડમાં જોવા મળતો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી હાલમાં જ ભારત અફઘાનિસ્તાનની મેચ સમયે જરાં નરમ મૂડમાં નજર આવ્યો. તેણે જ્યારે એમ્પાયરનાં નિર્ણય પર DRS લીધુ ત્યારે એમ્પાયરે અફઘાનિસ્તાન તરફી નિર્ણય આપ્યો હતો. આ સમયે વિરાટે લાંબા સમય સુધી એમ્પાયર સાથે વાત કરી હતી. વિરાટે વાત કરતાં કરતાં હાથ પણ જોડ્યા હતાં.

  આ આખી ઘટનામાં ટ્વિટર પર અલગ અલગ મિમ્સ બન્યા અને તે ખુબજ વાયરલ થઇ રહ્યાં છે. આ મિમ્સમાં ટ્વિટર યુઝર્સની ક્રિએટિવીટી જોવા મળી રહી છે. અને દરેક ટ્વિટ્સ તમને હસાવી જાય તેવી છે.  વેલ એક વાત તો ચોક્કસ કહેવી પડેશે કે ભારત અફઘાનિસ્તાનની મેચ ખરેખરમાં ખરાખરીનો જંગ હતો. આ પહેલાં ન તો સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા કે પાકિસ્તાની મેચમાં આટલો રોમાન્ચ નહોતો જોવા મળ્યો જેટલો અફઘાનિસ્તાનનીમેચમાં રોમાન્ચ જોવા મળ્યો હતો. છેલ્લી ઓવર સુધી મેચ જામી હતી અને જકડી રાખી હતી. ભારતની હાર સ્પષ્ટ દેખાતી હતી તે સમયે બુમરાહ અને સામીની બોલિંગે ભારતને શાનદાર જીત અપાવી હતી.
  Published by:Margi Pandya
  First published: