કોહલીએ અર્ધશતક ફટકારીને વાઈફ અનુષ્કાને આપી 'પ્રી-ગિફ્ટ'

News18 Gujarati
Updated: April 29, 2018, 10:56 PM IST
કોહલીએ અર્ધશતક ફટકારીને વાઈફ અનુષ્કાને આપી 'પ્રી-ગિફ્ટ'

  • Share this:
કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં ટી-20માં બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના મિત્ર એબી ડિવિલિયર્સની ગેરહાજરીમાં કેપ્ટન ઈનિંગ રમી. કોહલીએ 68 રન ફટકારીને પોતાની ટીમને 175 રનના સન્માનજક સ્કોર સુધી પહોંચાડી હતી.

મેચનો મુખ્ય આકર્ષણ વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા રહી જે મેચ જોવા માટે વિશેષ રૂપમાં સ્ટેડિયમમાં હાજર રહી. પત્ની સામે શાનદાર બેટિંગ કરી રહેલ વિરાટે 18મી ઓવરમાં આન્દ્રે રસેલની બોલ પર સિક્સ ફટકારીને જ્યારે અનુષ્કાને ઈશારો કર્યો ત્યારે સ્ટેડિયમમાં શોર મચી ગયો હતો. દર્શકોએ પણ કોહલીના પ્યારને ચીયર્સ કર્યો હતો. કોહલીને જોઈને એવું લાગી રહ્યું હતું કે, પત્નીને આવનાર જન્મદિવસ (1 મે) માટે પ્રી ગિફ્ટ આપી રહ્યાં છે. અનુષ્કાએ પણ વિરાટ કોહલીનું સ્વાગત કર્યું, મોઢા ઉપર હાથ રાખેલ અનુષ્કાના હાવભાવ એવા હતા કે તેમને જાણે તેમને અનમોલ ગિફ્ટ મળી ગઈ હોય. આમ કોહલી દ્વારા અનુષ્કાને આપવામાં આવેલ આ પ્રી-ગિફ્ટે દર્શકોનો પણ ઉત્સાહ વધારી દીધો હતો.

જણાવી દઈએ કે, આ મેચમાં કોલકાતાની ઈનિંગ દરમિયાન મેચ રોકવી પડી હતી. બેંગ્લોરે આપેલા 176 રનના ટાર્ગેટ સામે કોલકાતાએ 6.3 ઓવરમાં 55 રન બનાવી લીધા હતા, પરંતુ વરસાદના કારણે મેચ રોકી દેવી પડી હતી.
First published: April 29, 2018, 10:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading