Home /News /sport /RCBના ફેન્સે હદ વટાવી, હાર બાદ ડેન ક્રિશ્ચિયનની પ્રેગ્નેંટ પાર્ટનરને કરી સોશ્યલ મીડિયા પર ટ્રોલ
RCBના ફેન્સે હદ વટાવી, હાર બાદ ડેન ક્રિશ્ચિયનની પ્રેગ્નેંટ પાર્ટનરને કરી સોશ્યલ મીડિયા પર ટ્રોલ
RCBની હાર બાદ ટીમનો એક ખેલાડી ટ્રોલર્સના નિશાને આવી ગયો છે.
RCBની હાર બાદ ટીમનો એક ખેલાડી ટ્રોલર્સના નિશાને આવી ગયો છે. તેને હાર માટે જવાબદાર માનીને ટ્રોલર્સ સોશ્યલ મીડિયા (Social media) પર આ ખેલાડીની સાથે તેના પરિવારને પણ નિશાન બનાવી રહ્યા છે.
નવી દિલ્હી: વિરાટ કોહલી(Virat Kohli)ની કેપ્ટનશિપવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ને આઈપીએલ 2021 (IPL 2021)ના એલિમિનેટર મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે હારનો સમાનો કરવો પડ્યો હતો. આ સાથે RCBની સફર આ સિઝન માટે સમાપ્ત થઇ ગઇ છે. છેલ્લી ઓવર સુધી ચાલનાર મેચમાં KKRએ 4 વિકેટ સાથે મેદાન મારી લીધું અને ક્વોલિફાયર 2માં જગ્યા બનાવી લીધી છે. હવે તેમનો સામનો દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે થશે. પરંતુ RCBની હાર બાદ ટીમનો એક ખેલાડી ટ્રોલર્સના નિશાને આવી ગયો છે. તેને હાર માટે જવાબદાર માનીને ટ્રોલર્સ સોશ્યલ મીડિયા (Social media) પર આ ખેલાડીની સાથે તેના પરિવારને પણ નિશાન બનાવી રહ્યા છે. આ ખેલાડીનું નામ છે ડેન ક્રિશ્ચિયન(Dan Christian). તેને અને તેની ગર્ભવતી પાર્ટનરને લોકો સોશ્યલ મીડિયા પર ગાળો આપી છે. ત્યાર બાદ ડેને લોકોને ગાળો ન આપવાની અપીલ કરી હતી.
ડેન ક્રિશ્ચિયન કેકેઆર સામેના મેચમાં અસફળ રહ્યો હતો. તેમણે બેટિંગમાં 9 રન બનાવ્યા હતા. સુનિલ નરેને તેના બોલ પર સતત 3 સિક્સ ફટકારી હતી. આખરે આ ઓવર મોંઘી પડી અને ઓછા સ્કોરવાળા મેચમાં કેકેઆરએ જીત નોંધાવી હતી. જો ડેન ક્રિશ્ચિયનના ઓવરમાં 22 ન ગયા હોત, તો કદાચ આરસીબી જીતી શક્યું હોત. પરંતુ આવું થઈ ન શક્યું. સાથે જ વિરાટ કોહલીનું આરસીબી કેપ્ટન તરીકે ટ્રોફી વગર જ કરિયર સમાપ્ત થઇ ગયું. તેનાથી ગુસ્સે ભરાયેલા આરસીબી અને કોહલી ફેન્સે ડેન ક્રિશ્ચિયનને નિશાના પર લીધા છે.
ટ્રોલર્સે ડેન ક્રિશ્ચિયનની સાથે તેની પાર્ટનર જોર્જીયા ડુનના એકાઉન્ટ પર જઇને ખરાબ ગાળો અને કમેન્ટો કરી હતી. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીને દખલ કરવાની ફરજ પડી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને ફેન્સને આવું ન કરવા ભલામણ કરી હતી. ડેન ક્રિશ્ચિયને લખ્યું કે, ”મારી પાર્ટનરના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કમેન્ટ્સ જુઓ. આજે રાત્રે મારે માટે સારો મેચ ન રહ્યો. પરંતુ આ તો રમત જ છે. પ્લીઝ તેને આનાથી દૂર રાખો.” ગ્લેન મેક્સવેલે પણ આ અંગે પોસ્ટ કરી. તેમણે લખ્યું કે, જે પણ લોકો મેમ્બર્સને ગાળો આપી રહ્યા છે તે બેકાર લોકો છે. આવા લોકોને તેઓ બ્લોક કરશે.
મેચ બાદ વિરાટ કોહલીએ જણાવ્યું કે, મેં અહીં એક એવું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો છે કે જેમાં યુવાનો આવી શકે અને વિશ્વાસ સાથે ક્રિકેટ રમી શકે. આવું જ મેં ભારતીય ટીમમાં પણ કર્યુ છે. મે મારું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. મને નથી ખબર કે તેના પર કેવી પ્રતિક્રિયા આવશે. પરંતુ હું વિશ્વાસ સાથે કહી શકું છે કે મે દર વર્ષે ટીમની કેપ્ટનશિપ સંભાળીને આ ફ્રેન્ચાઇઝીને 120 ટકા આપ્યું છે. જે હવે હું એક ખેલાડી તરીકે કરીશ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર