કોહલીએ તોડ્યો સચિનનો રેકોર્ડ, વન ડેમાં નોંધાવ્યા ઝડપી 11000 રન

News18 Gujarati
Updated: June 16, 2019, 7:08 PM IST
કોહલીએ તોડ્યો સચિનનો રેકોર્ડ, વન ડેમાં નોંધાવ્યા ઝડપી 11000 રન
વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 11,000 રન નોંધાવાની સિદ્ધી વિરાટ કોહલીએ મેળવી હતી.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 222મી ઇનિંગમાં 11,000 રન કરીને વિશ્વ વિક્રમ સર્જ્યો છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ભારત-પાકિસ્તાન વચ્ચેની વન ડે મેચમાં પાકિસ્તાને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતે સંગીન શરૂઆત કરી અને વરસાદના વિધ્ન સુધીમાં મજબૂત સ્કોર નોંધાવ્યો હતો.દરમિયાન આ મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ નવો વિક્રમ સ્થાપી દીધો છે. રન મશીનનું બિરૂદ પામેલા વિરાટ કોહલીએ આ મેચમાં સૌથી ઝડપી 11,000 રન નોંધાવી અને રેકોર્ડ તોડ્યો છે. કોહલીએ 230મી વન ડે મેચમાં 222મી ઇનિંગમાં આ રેકોર્ડ નોંધાવ્યો હતો.

અગાઉ આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. સચિને 276 ઇનિંગમાં 11,000 રન નોંધાવ્યા હતા. આમ સચિન તેંડુલકરનો રેકોર્ડ તૂટ્યો હતો. કોહલીએ વર્ષ 2017માં સૌથી ઝડપી 8,000 રન પુરા કરવાનો રેકોર્ડ કર્યો હતો. વિરાટે 175 મેચમાં જ આ રેકોર્ડ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો :  ભારત-પાક મેચ પર 100 કરોડનો સટ્ટો, જાણો કોની પર કેટલો દાવ

સૌથી ઝડપી 9,000 રન કરવાનો રેકોર્ડ પણ વિરાટ કોહલીના નામે છે. વિરાટે 194 ઇનિંગમાં આ સિદ્ધી મેળવી હતી. સૌથી ઝડપી 10,000 રન કરવાનો રેકોર્ડ પણ વિરાટ કોહલીના નામે જ નોંધાયો હતો. ગત વર્ષે વિરાટ કોહલીએ સૌથી ઝડપી 10,000 રન સમાપ્ત કર્યા હતા. 205 ઇનિંગમાં વિરાટે આ સિદ્ધી મેળવી હતી. અગાઉ સચિને 259 ઇનિંગમાં 10,000 રન કર્યા હતા.
First published: June 16, 2019, 7:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading