Home /News /sport /કોહલી-બાબરનો બાળપણનો ફોટો વાયરલ, ફેન્સે પૂછ્યું- શું તમે કુંભ મેળામાં છૂટા પડી ગયા હતા?

કોહલી-બાબરનો બાળપણનો ફોટો વાયરલ, ફેન્સે પૂછ્યું- શું તમે કુંભ મેળામાં છૂટા પડી ગયા હતા?

વિરાટ અને બાબરનો બાળપણનો ફોટો થયો વાયરલ

Kohli Babars childhood photo goes viral : ભારતના વિરાટ કોહલી અને પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ મેદાનની બહાર સૌહાર્દપૂર્ણ સંબંધ ધરાવે છે. આ સ્ટાઇલિશ જોડી સમયાંતરે એકબીજાની કોમ્પિલિમેન્ટ પણ આપતી રહે છે, પરંતુ સોશિયલ મીડિયા પર તાજેતરની એક તસવીરે યૂઝર્સને તેમના સંબંધો વિશે વિચારવા મજબૂર કરી દીધા છે. આ તસવીર કોહલી અને બાબરના બાળપણની છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ભારતના વિરાટ કોહલી અને પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ મેદાનની બહાર સૌહાર્દપૂર્ણ સંબંધ ધરાવે છે. આ સ્ટાઇલિશ જોડી સમયાંતરે એકબીજાની કોમ્પિલિમેન્ટ પણ આપતી રહે છે, પરંતુ સોશિયલ મીડિયા પર તાજેતરની એક તસવીરે યૂઝર્સને તેમના સંબંધો વિશે વિચારવા મજબૂર કરી દીધા છે. આ તસવીર કોહલી અને બાબરના બાળપણની છે. આ તસવીરમાં વિરાટ અને બાબરે એક સરખા કપડા પહેર્યા છે અને એક સરખા દેખાઈ રહ્યા છે.

    તાજેતરમાં પૂરા થયેલા એશિયા કપ 2022માં ટકરાતા પહેલા વિરાટ કોહલી અને બાબર આઝમે મૈત્રીપૂર્ણ વાતચીત કરી હતી. બેટિંગ સુપરસ્ટાર્સ ઘણીવાર પોતાની બેટિંગને કારણે સમાચારોમાં જોવા મળે છે, પરંતુ બાળપણની તસવીરો વાયરલ થયા બાદ તેઓ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.

    આ પણ વાંચો : Hrsha Bhogle: 'હર્ષા ભોગલેએ દીપ્તિ શર્મા રનઆઉટ બાબતે 8 ટ્વીટ કરીને ઈંગ્લેન્ડને ધોઇ નાંખ્યુ!

    એક ટ્વિટર યુઝરે વિરાટ કોહલી અને બાબર આઝમની બાળપણની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતા યુઝરે લખ્યું કે, બાબર અને કોહલી બંને એક જ શર્ટ પહેરી રાખ્યું છે. બંનેના વાળ પણ એક જ સ્ટાઇલમાં કપાયા છે.





    અન્ય યુઝર્સ પણ આ યુઝરના ટ્વીટ પર ફની કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક તેમને કુંભમાં છૂટા પડેલા ભાઈ કહી રહ્યા છે તો કેટલાક કરણ અર્જુન.



    તમને જણાવી દઈએ કે કોહલી અને બાબર બંને બુધવારે એક્શનમાં હતા. વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકાનો સામનો કરી રહ્યો હતો જ્યારે પાકિસ્તાની કેપ્ટન ઇંગ્લેન્ડ સામે લાહોરમાં પાંચમી T20 રમી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં 23 ઓક્ટોબરે યોજાનાર T20 વર્લ્ડ કપમાં આ જોડી ફરી એકવાર મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર એકબીજાનો સામનો કરશે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Babar Azam Cricket, Sports news, Virat kohali, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन