Home /News /sport /દિવંગત કોબે બ્રાયન્ટના અકસ્માતના ફોટા લીક કરવા ભારે પડ્યા, પત્નીને આપવું પડશે 250 કરોડનું વળતર

દિવંગત કોબે બ્રાયન્ટના અકસ્માતના ફોટા લીક કરવા ભારે પડ્યા, પત્નીને આપવું પડશે 250 કરોડનું વળતર

કોબે બ્રાયન્ટ અને તેમની પત્નીની ફાઈલ તસવીર

Kobe Bryant Helicopter Accident: હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ સરકારી એજન્સીઓએ તેના ફોટા શેર કર્યા હતા. આ પછી કોબે બ્રાયન્ટની પત્નીએ ફોટો શેર કરવા બદલ કેસ કર્યો અને નુકસાનની માંગણી કરી હતી.

અમેરિકાના સ્ટાર બાસ્કેટબોલ ખેલાડી અને સેલિબ્રિટી કોબે બ્રાયન્ટનું વર્ષ 2020માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ સરકારી એજન્સીઓએ તેના ફોટા શેર કર્યા હતા. આ પછી કોબે બ્રાયન્ટની પત્નીએ ફોટો શેર કરવા બદલ કેસ કર્યો અને નુકસાનની માંગણી કરી હતી. અંતે કોર્ટે કોબેની વિધવા પત્નીને લગભગ 250 કરોડ રૂપિયાનું નુકસાન ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. આ પેટે લગભગ 130 કરોડનો પહેલો હપ્તો વેનેસા બ્રાયન્ટને આપવામાં આવ્યો છે.

દુર્ઘટના દરમિયાન કોબે બ્રાયન્ટ તેની 13 વર્ષની પુત્રી અને 7 અન્ય મુસાફરો સાથે હતા. મૃત્યુ પછી અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના ફોટા લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ અને ફાયર વિભાગના કર્મચારીઓ વચ્ચે શેર કરવામાં આવ્યા હતા. વેનેસાએ આ અંગે લોસ એન્જલસના તંત્ર સામે કેસ દાખલ કર્યો હતો.

11 દિવસ સુધી ચાલેલી સુનાવણી દરમિયાન વેનેસા બ્રાયન્ટ રડી પડી હતી. તેનું કહેવું હતું કે, ફોટાના કારણે તેના પતિ અને પુત્રીના મૃત્યુના એક મહિના પછી પણ તે એટલી પીડામાં હતી કે જાણે તેઓ હાલ જ મૃત્યુ પામ્યા હોય. તેને પેનિક એટેક પણ આવતા હતા.

વેનેસા બ્રાયન્ટે કહ્યું કે, સોશિયલ મીડિયા પર હોવાને કારણે મારા માટે દરેક દિવસ ડરામણો હતો. એ ફોટા મારી સામે આવતા જ રહેતા હતા.

વેનેસા બ્રાયન્ટના એટર્ની લુઈસ લીએ ન્યાયાધીશોને કહ્યું હતું કે, ક્લોઝ-અપ ફોટાનો ઉપયોગ સત્તાવાર રીતે કરવામાં આવ્યો નથી અને તપાસમાં તેનો ઉપયોગ કરવાનો ઈરાદો પણ નહોતો. તેનો ઉપયોગ માત્ર ગોસિપ માટે થતો હતો.

9 ન્યાયાધીશોની બેચે આ મામલે એક મતે વેનેસા બ્રાયન્ટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ન્યાયાધીશો સંમત થયા હતા કે ફોટાએ વેનેસાની ગોપનીયતા (Privacy)નું ઉલ્લંઘન કર્યું હતું અને તે ઈમોશનલ તકલીફમાંથી પસાર થઈ હતી.

ચુકાદા બાદ વેનેસા બ્રાયન્ટે ઈન્સ્ટાગ્રામ પર પતિ અને પુત્રી સાથેનો ફોટો શેર કર્યો હતો. તેણે લખ્યું- હું તને પ્રેમ કરું છું! કોબે અને ગીગી માટે ન્યાય ! વેનેસા બ્રાયન્ટની જેમ ક્રિસ ચેસ્ટરે પણ તેની પત્ની અને પુત્રીને અકસ્માતમાં ગુમાવી હતી. આ કેસમાં તેમને 120 કરોડ મળ્યા હતા. નિર્ણય અંગે ચેસ્ટરના વકીલ જેરી જેક્સને કહ્યું હતું કે, જ્યુરી અને જજોએ નિષ્પક્ષ સુનાવણીની તક આપી તે બદલ અમે તેમના ઋણી છીએ.
First published:

Tags: Footballer, Sports news

विज्ञापन
विज्ञापन