ફેડરરને હરાવનાર આ યુવા ખેલાડી કેમ ગર્લફ્રેન્ડથી ભાગે છે દૂર

ઓસ્ટ્રેલિયન ઓપનમાં 37 વર્ષના રોજર ફેડરરને ગ્રીસના 20 વર્ષના યુવા ખેલાડી સ્ટીફેનો સ્ટીપાસે હરાવ્યો હતો

ઓસ્ટ્રેલિયન ઓપનમાં 37 વર્ષના રોજર ફેડરરને ગ્રીસના 20 વર્ષના યુવા ખેલાડી સ્ટીફેનો સ્ટીપાસે હરાવ્યો હતો

 • Share this:
  ઓસ્ટ્રેલિયન ઓપનમાં 37 વર્ષના રોજર ફેડરરને ગ્રીસના 20 વર્ષના યુવા ખેલાડી સ્ટીફેનો સ્ટીપાસે હરાવ્યો હતો. આ યુવા ખેલાડી છ વર્ષની ઉંમરમાં રોજર ફેડરરને જ પોતાનો આઈડલ માનતો હતો. એક વર્ષ પહેલા સ્ટીફેનો દરિયાની લહેરોમાં મરતા-મરતા બચ્યો હતો. જોકે એ બાબત પણ રસપ્રદ છે કે તેની પાસે કોઈ ગર્લફ્રેન્ડ કેમ નથી.

  સ્ટીપાસે ત્રણ વર્ષની ઉંમરમાં પ્રથમ વખત ટેનિસનું રેકેટ પકડ્યું હતું. આ પછી તેને છ વર્ષની ઉંમરમાં તેના પિતા, જે ટેનિસ કોચ છે તેમણે તેને ટ્રેનિંગ આપવાનું શરુ કર્યું હતું. સ્ટીપાસ એવા પરિવારમાંથી આવે છે જે પૂરી રીતે ટેનિસ સાથે જોડાયેલ છે. તેની માતા પ્રોફેશનલ ટેનિસ ખેલાડી રહી ચૂકી છે. તેના પિતા ટેનિસ કોચ અને લાઇન જજ રહ્યા છે.

  ગર્લફ્રેન્ડ કેમ નથી

  સ્ટીફેનો સ્ટીપાસ ગ્રીસનો ચર્ચિત ટેનિસ ખેલાડી છે. આમ છતા તેની કોઈ ગર્લફ્રેન્ડ નથી અને ગર્લફ્રેન્ડ બનાવવાનો ઇરાદો પણ નથી. ટેનિસ સર્કિટમાં ખેલાડીઓનું ગર્લફ્રેન્ડ સાથે ટૂર પર હોવું ઘણી સામાન્ય વાત છે પણ સ્ટીફેનો યુવતીઓથી દૂર ભાગે છે. એવું નથી કે યુવતીઓ તેની આસપાસ આવતી નથી પણ તે કહે છે કે યુવતીઓથી દૂર રહીને જ ખુશ છું.

  આ પણ વાંચો - IND vs NZ: વન-ડે શ્રેણીમાં સચિનનો આ રેકોર્ડ તોડી શકે છે ધોની

  સ્ટીપાસે ત્રણ વર્ષની ઉંમરમાં પ્રથમ વખત ટેનિસનું રેકેટ પકડ્યું હતું


  આ વિશે તે કહે છે કે જે ઉંમર અને જે સ્થાને હું છું તેમાં મારું સંપૂર્ણ ધ્યાન રમત ઉપર છે. કોઈ અન્ય વાત પર નથી. જો હું ગર્લફ્રેન્ડ બનાવીશ તો મને લાગે છે કે તેની અસર મારી રમત ઉપર પડશે. જ્યારે આ સમયે મારે પોતાની રેન્કિંગ સુધારવાની છે અને આગળ વધવાનું છે.

  સ્ટીફેનો સ્ટીપાસે ભલે છ વખતના ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન રોજર ફેડરરને હરાવી દીધો હોય પણ તેનો આદર્શ ફેડરર જ છે.
  Published by:Ashish Goyal
  First published: