પહેલી સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સાથે, બીજીમાં ENG-AUS ટકરાશે

શ્રીલંકાને હરાવી ભારત પોઇન્ટ ટેબલમાં પહેલા સ્થાને, 9 જુલાઈએ ન્યૂઝીલેન્ડ સામે સેમી.માં ટક્કર

શ્રીલંકાને હરાવી ભારત પોઇન્ટ ટેબલમાં પહેલા સ્થાને, 9 જુલાઈએ ન્યૂઝીલેન્ડ સામે સેમી.માં ટક્કર

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : આઈસીસી વર્લ્ડ કપ 2019ની અંતિમ લીગ મેચમાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થઈ. વર્લ્ડ કપની 45મી મેચમાં ઓસ્ટ્રેલિયાની હારની સાથે નક્કી થઈ ગયું કે ટીમ ઈન્ડિયા 9 જુલાઈએ ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ સેમીફાઇનલમાં ટકરાશે. બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો મુકાબલો મેજબાન ઈંગ્લેન્ડ ટીમ સાથે થશે.

  15 પોઇન્ટની સાથે પોઇન્ટ ટેબલમાં પહેલા નંબરે ભારત

  વર્લ્ડ કપ 2019ની અંતિમ લીગ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 10 રને હરાવ્યું. આ મેચના પરિણામથી નક્કી થઈ ગયું કે કઈ ટીમ સેમીફાઇનલમાં કઈ ટીમની વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. પોઇન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા 15 પોઇન્ટની સાથે સૌથી ઉપર છે. તેથી તે પોઇન્ટ ટેબલમાં ચાર નંબરની ટીમ ન્યૂઝીલેન્ડ સામે પહેલી સેમીફાઇનલ રમશે. બીજી તરફ, બીજા નંબરની ટીમ ઓસ્ટ્રેલિયા અને ત્રીજા નંબરની ટીમ ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઇનલ રમાશે.

  માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાશે પહેલી સેમીફાઇનલ

  આ પહેલા ભારતે પોતાની અંતિમ લીગ મેચમાં શ્રીલંકાને 7 વિકેટથી હરાવીને પોઇન્ટ ટેબલમાં પહેલું સ્થાન મેળવી લીધું. આ જીતની સાથે ભારતના કુલ પોઇન્ટ 15 થઈ ગયા છે અને ઓસ્ટ્રેલિયાના કુલ પોઇન્ટ 14 છે. ઈંગ્લેન્ડના 12, તો ન્યૂઝીલેન્ડના કુલ 11 પોઇન્ટ છે. હવે 9 જુલાઈએ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પહેલી સેમીફાઇનલ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે.

  આ પણ વાંચો, રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, એક વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારી

  ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની વચ્ચે 11 જુલાઈએ બીજી સેમીફાઇનલ બર્મિંઘમાં રમાશે.


  બર્મિંઘમમાં રમાશે બીજી સેમીફાઇનલ

  ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની વચ્ચે 11 જુલાઈએ બીજી સેમીફાઇનલ બર્હિંઘમમાં રમાશે. ઓસ્ટ્રેલિયાએ 9 મેચોમાંથી 7 જીતી અને બેમાં હારનો સામનો કર્યો. મેજબાન ઈંગ્લેન્ડને 9 મેચોમાંથી 6માં જીત મેળવી, તો ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ભારતને 9માંથી 7માં જીત મળી, જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની લીગ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ. આ મેચમાં તેને ન્યૂઝીલેન્ડની સાથે પોઇન્ટની વહેંચણી થઈ. તેની ટીમ ઈન્ડિયાના 15 પોઇન્ટ છે.

  આ પણ વાંચો, Ind vs SL : રોહિત-લોકેશ રાહુલની સદી, ભારતનો શાનદાર વિજય
  Published by:Mrunal Bhojak
  First published: