Home /News /sport /

વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટથી કમાય છે 9 કરોડ રૂપિયા, તો પણ રોનાલ્ડો સામે લાગે ગરીબ!

વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટથી કમાય છે 9 કરોડ રૂપિયા, તો પણ રોનાલ્ડો સામે લાગે ગરીબ!

ઇંસ્ટાગ્રામ પર વિરાટ કોહલીના 20 કરોડથી પણ વધારે ફોલોઅર્સ છે (પ્રતિકાત્મક તસવીર)

virat kohli instagram post - વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ અને કમાણીના મામલામાં ટોચનો ક્રિકેટર છે, તે ટોપ-25માં સામેલ એકમાત્ર એશિયન છે

    નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (virat kohli)ભલે હાલ ફોર્મમાં ના હોય પણ તેનો દબદબો યથાવત્ છે. વિરાટ કોહલીનો સોશિયલ મીડિયા પર અલગ જ જલવો છે. તે સોશિયલ મીડિયા પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવનાર સેલિબ્રિટીઓમાં સામેલ છે. તે ઘણા માટે પ્રેરણારૂપ છે. રમત પ્રત્યેનું ઝનૂન તેને બાકી ખેલાડીઓથી અલગ બનાવે છે. મેદાનમાં તેનો આક્રમક અંદાજ પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. જોકે ઘણા ઓછા લોકોને ખબર હશે કે વિરાટ સોશિયલ મીડિયા (virat kohli instagram post) ઉપરથી પણ ઘણી કમાણી કરે છે.

    આઉટ ઓફ ફોર્મ હોવા છતા વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ (Instagram)પર ફોલોઅર્સ અને કમાણીના મામલામાં ટોચનો ક્રિકેટર છે. વેબસાઇટ hopperhq.com ના એક રિપોર્ટ પ્રમાણે કોહલી ઇન્સ્ટાગ્રામ પર કમાણી કરનાર શીર્ષ સેલિબ્રિટીઓમાં 14માં સ્થાને છે. તે ટોપ-25માં સામેલ એકમાત્ર એશિયન છે. ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના 20 કરોડથી પણ વધારે ફોલોઅર્સ છે.

    રિપોર્ટ પ્રમાણે વિરાટ કોહલી પોતાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી લગભગ 8.69 કરોડ રૂપિયા કમાણી કરે છે. જોકે તે દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો (cristiano ronaldo)કરતા ઘણો પાછળ છે. આ ફોટો શેરિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૌથી વધારે કમાણી કરનારની યાદીમાં રોનોલ્ડો ટોચના સ્થાને છે. રોનાલ્ડોના ઇન્સ્ટાગ્રામ પર 44 કરોડથી વધારે ફોલોઅર્સ છે. તે એક પોસ્ટથી લગભગ 19 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

    આ પણ વાંચો - ક્રિકેટર મોહમ્મદ શમીએ ખરીદી નવી જગુઆર કાર, જાણો શું છે કિંમત અને ખાસિયત?

    બીજા સ્થાન પર અમેરિકાની મોડલ કાઇલી જેનર છે. કાઇલી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી 14.6 કરોડ રૂપિયાની કમાણી કરે છે. દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસ્સી આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. મેસ્સી એક પોસ્ટથી લગભગ 14 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

    વિરાટ કોહલીનું કંગાળ ફોર્મ

    વિરાટ કોહલી ખરાબ ફોર્મ અને ઇજાથી પરેશાન છે. કોહલી ઇજાના કારણે ઇંગ્લેન્ડ સામે પ્રથમ વન-ડેમાં પણ રમ્યો ન હતો. બીજી વન-ડેમાં 16 રને આઉટ થયો હતો. વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન હાલમાં ઇંગ્લેન્ડ સામેની બે ટી-20 મેચમાં પણ યથાવત્ રહ્યું છે. તે અનુક્રમે 1 અને 11 રન જ બનાવી શક્યો હતો. વિરાટ કોહલીની સદીની વાત કરવામાં આવે તો તેણે લગભગ 3 વર્ષ પહેલા નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે ફટકારી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Cristiano ronaldo, Instagram, Virat kohli innings, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन