Home /News /sport /

ભારતીય પુરૂષ હોકી ટીમના કોચ અને સપોર્ટ સ્ટાફ, જેમણે પડદા પાછળ નિભાવી મહત્વની ભૂમિકા

ભારતીય પુરૂષ હોકી ટીમના કોચ અને સપોર્ટ સ્ટાફ, જેમણે પડદા પાછળ નિભાવી મહત્વની ભૂમિકા

ફાઈલ તસવીર

ભારતીય પુરૂષ હોકી ટીમે ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) માં બ્રોન્ઝ મેડલ જીતીને 41 વર્ષ બાદ એક નવો ઇતિહાસ સર્જ્યો છે. ટીમની સફળતા માટે જ્યાં એક તરફ ખેલાડીઓએ દિવસરાત એક કરી દીધા, તો બીજી તરફ તેમની સાથે સપોર્ટ સ્ટાફે (Support Staff) પણ ખૂબ મહેનત કરી છે.

વધુ જુઓ ...
નવી દિલ્લી:  ભારતીય પુરૂષ હોકી ટીમે ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) માં બ્રોન્ઝ મેડલ જીતીને 41 વર્ષ બાદ એક નવો ઇતિહાસ સર્જ્યો છે. ટીમની સફળતા માટે જ્યાં એક તરફ ખેલાડીઓએ દિવસરાત એક કરી દીધા, તો બીજી તરફ તેમની સાથે સપોર્ટ સ્ટાફે (Support Staff) પણ ખૂબ મહેનત કરી છે. જાણીએ હોકી ટીમના સપોર્ટ સ્ટાફ અને તેમની ભૂમિકા વિશે.

ભારતીય હોકી ટીમ (Indian Hockey Team ) ના કોચ ગ્રાહમ રીડ હતા. તેમની મદદ અને ટીમને સપોર્ટ કરવા માટે 6 લોકોને સ્ટાફ પણ હતો. આ સ્ટાફના અલગ-અલગ રોલ હતા. જોકે આ લોકો ટીમ સાથે અલગ અલગ સમયે જોડાયા, પરંતુ લગભગ 2 વર્ષથી ટીમે તેમની સાથે પોતાને એક અલગ લેવલ પર રાખી દીધા.

આજે દરેક વ્યક્તિ કહે છે કે ફિટનેસ અને સહનશક્તિના મામલામાં ઓલમ્પિકમાં અત્યાર સુધીમાં તેવી કોઇ હોકી ટીમ નથી રહી, જેવી આ ટીમ હતી. આ ટીમના ખેલાડીઓની સ્પીડ શાનદાર હતી. કુલ મળીને વર્તમાન હોકીમાં જે પ્રકારની ક્ષમતા, કુશળતા અને સહનશક્તિની જરૂર છે તે આ ટીમમાં હતી.

આ પણ વાંચો: IND VS ENG: સ્ટેડિયમમાં જોવા મળ્યો રિષભ પંતનો હમશકલ, તસવીર જોઈને તમે રહી જશો દંગ!

ચીફ કોચ – ગ્રાહમ રીડ

57 વર્ષના રીડ વર્ષ 2019માં ભારતીય ટીમ સાથે મુખ્ય કોચ (Hockey Team Chief Coach ) તરીકે જોડાયા હતા. તેઓ ઓસ્ટ્રેલિયન હોકી ટીમના શાનદાર ડિફેન્ડર અને મિડફિલ્ડર રહી ચૂક્યા છે. તેઓ 1992માં બાર્સિલોના ઓલમ્પિકમાં રજત ચંદ્રક જીતી ચૂકેલ ઓસ્ટ્રેલિયન ટીમના સદસ્ય હતા. બે ઓલમ્પિક સહિત 130 ઇન્ટરનેશનલ મેચોમાં રમી ચૂકેલ રીડ પાસે રમત અને સંચાલકીય ક્ષમતાનો ભરપૂર અનુભવ છે.વર્ષ 2009માં તેઓ ઓસ્ટ્રેલિયાની હોકી ટીમના આસિસ્ટેન્ટ કોચ બન્યા, પરંતુ તેમની ભૂમિકા લગભગ હેડ કોચ જેવી હતી. ત્યાર બાદ રિક ચાર્લ્સવર્થ બાદ તેઓ ટીમના મુખ્ય કોચ બન્યા. વર્ષ 2016ના ઓલમ્પિક બાદ તેમણે હેડ કોચ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ તેઓ એપ્રિલ 2019માં ભારતીય હોકી ટીમના મુખ્ય કોચ બન્યા.

આ પણ વાંચો: દીપક પૂનિયાના કોચે કર્યો રેફરી પર હુમલો, IOCએ માન્યતા રદ કરીને ખેલ ગામમાંથી બહાર કર્યા

એનાલિટિકલ કોચ – ગ્રેગ ક્લાર્ક

ભારતીય જૂનિયર હોકી ટીમના કોચ રહી ચૂકેલ ગ્રેગ ક્લાર્કે આ વર્ષે જાન્યુઆરીમાં ભારતીય ટીમના એનાલિટિકલ કોચની જવાબદારી સંભાળી હતી. તેમનો અનુભવ કામ આવ્યો. દક્ષિણ આફ્રિકાના ક્લાર્ક કેનેડા ટીમના આસિસ્ટન્ટ રહી ચૂક્યા છે.લેપટોપ પર ભારતીય ટીમની દરેક મેચનું તેઓ એનાલિસિસ કરીને સતત તેમના પ્રદર્શનમાં સુધારો લાવવાનું કામ કરતા રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તેમના રોલે ભારતીય ટીમને ઓલમ્પિકમાં ખૂબ ફાયદો અપાવ્યો છે. દરેક મેચ બાદ ટીમની સાથે બેસીને દરેક એંગલ અને ડેટા સાથે તેમના તમામ પાસાઓ પર ચર્ચા કરતા હતા.

કોચ – શિવેન્દ્ર સિંહ

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં જન્મેલા શિવેન્દ્ર સિંહ ભારતીય હોકી ટીમ તરફથી એશિયન રમતો સહિત તમામ સ્પર્ધાઓમાં રમી ચૂક્યા છે. તેઓ 38 વર્ષના છે. ટીમ જ્યારે ફિલ્ડ પર ટ્રેનિંગ કરે છે તો તેઓ ટીમની મદદ કરે છે. ટીમની સાથે તેમનો રોલ ખેલાડીઓની મદદ કરવાનો અને તેમની કમીઓને દૂર કરવાનો છે.

કોચ – પીયૂષ કુમાર દુબે

33 વર્ષના પીયૂષ દુબે વર્ષ 2019માં ભારતીય ટીમની સાથે સહાયક કોચની ભૂમિકામાં જોડાયા હતા. ઇલાહાબાદ યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએટ થયેલા પીયૂષ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કોચ પણ છે. તેમનું કામ પણ ફિલ્ડમાં ટ્રેનિંગ દરમિયાન ભારતીય ટીમની મદદ કરવાનું છે.સાઇન્ટિફિક એડવાઇઝર – રોબિન એર્કેલ

હકીકતમાં રોબિન એંથની વેબસ્ટર એર્કેલ ટીમના ઉમદા ટ્રેનર રહ્યા છે. તેમના આવ્યા પછી ભારતીય ટીમની ફિટનેસ અલગ લેવલ પર પહોંચી ગઇ છે. અમુક સમય પહેલા હોકી ટીમના ડિફેન્ડર રૂપિંદર પાલ સિંહે એક ઇન્ટરવ્યૂમાં એર્કેલના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, જે રીતે તેઓ અમને ફિઝીકલી ટ્રેન્ડ કરે છે, તેનાથી અમારામાં ખૂબ સારું પરીવર્તન આવ્યું છે, અમારી ક્ષમતા પણ વધી છે અને સહનશક્તિ પણ.

એર્કેલ ટીમને સપ્તાહમાં 3 વખત પાવર જીમ સેશન કરાવતા હતા. તેમાં હાઇ ઇન્ટેંસિટી ટ્રેનિંગ અને વેટ ટ્રેનિંગ પણ સામેલ હતી. સાથે જ એર્કેલ ટીમના મુખ્ય કોચની સાથે મળીને ટીમના ડાયટ પર પણ ધ્યાન આપતા હતા.

આ પણ વાંચો: BREAKING:બજરંગ પૂનિયા સેમીફાઈનલમાં હાર્યો, ભારતની ગોલ્ડની આશા તૂટી

ફિઝિયોથેરાપિસ્ટ – રતિનાસામી બોસ કન્નન

હોકી એક એવી રમત છે, જ્યાં સતત ખેલાડીઓના સ્નાયુઓમાં ખેંચ અને બીજી પ્રકારની સમસ્યાઓ સિવાય સ્પોર્ટ્સ ઇન્જરીનો સામનો કરવો પડે છે. આ મામલામાં બોસ કન્નન ખેલાડીઓ માટે એક શ્રેષ્ઠ ફિઝિયોથેરાપીસ્ટ તરીકે કામ કરતા રહ્યા.

વિડીયો એનાલિસ્ટ – અશોક કુમાર

30 વર્ષના યુવાન અશોક કુમાર અંડર-18 ભારતીય હોકી ટીમમાં રમી ચૂક્યા છે. હાલ તેઓ ભારતીય ટીમના વિડીયો એનાલિસ્ટ છે. તેમાં તેમણે ખૂબ નિપુણતા મેળવી છે. કારણ કે તેઓ ખેલાડી પણ છે, સ્વાભાનિક રીતે મેચના વિડીયો દ્વારા ખેલાડીઓને જરૂરી ટીપ્સ આપવાનું કામ તો કરે છે, સાથે જ મેચ દરમિયાન વિડીયો દ્વારા વિપક્ષી ટીમોની રણનીતિ અને મૂવ્સ ખૂબ સારી રીતે એનેલાઇઝ કરે છે.

મસાજર – અરૂપ નાસ્કર

38 વર્ષના નાસ્કર ટીમના ખેલાડીઓને નિયમિત સમયે મસાજ આપીને તેમને હેલ્થી અને સ્ફુર્તિલા રાખવાનું કામ કરે છે. ટોક્યો ઓલમ્પિકમાં પણ તેઓ ટીમની સાથે તે જ સપોર્ટ માટે ગયા હતા.
Published by:kuldipsinh barot
First published:

Tags: Hockey, Indian Hockey Team, Tokyo Olympics

આગામી સમાચાર