લોકડાઉનમાં અભિનેત્રી અથિયા શેટ્ટી સાથે કેએલ રાહુલે રમી મેચ, જાણો કોણે જીત મેળવી

લોકડાઉનમાં અભિનેત્રી અથિયા શેટ્ટી સાથે કેએલ રાહુલે રમી મેચ, જાણો કોણે જીત મેળવી
કેએલ રાહુલ અને અભિનેત્રી અથિયા શેટ્ટી (Athiya Shetty)વચ્ચે અફેરની ચર્ચા ચાલી રહી છે

કેએલ રાહુલ અને અભિનેત્રી અથિયા શેટ્ટી (Athiya Shetty)વચ્ચે અફેરની ચર્ચા ચાલી રહી છે

 • Share this:
  નવી દિલ્હી : હાલના સમયે આખી દુનિયા કોરોના વાયરસ (Coronavirus)જેવી ખતરનાક મહામારી સામે ઝઝુમી રહી છે. આ મહામારીના કારણે રમતના મેદાન ખાલી છે. જે સમયે આઈપીએલનો શોર ગુંજવો જોઈએ તે સમયે ક્રિકેટર્સ ઘરમાં દિવસો પસાર કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન ખેલાડી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ થયા છે. કેટલાક મિત્રો સાથે વાત કરીને ટાઇમ પસાર કરી રહ્યા છે. કેટલાક ક્રિકેટર્સને ઓનલાઇન ગેમમાં રસ આવી ગયો છે. ભારતનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) ઓનલાઇન લૂડો ખેલી રહ્યો છે અને આ રમતમાં પોતાની ગર્લફ્રેન્ડ અથિયા શેટ્ટીને માત આપી છે.

  રાહુલે પોતાના ઇંન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેણે બતાવ્યું કે તે મુકાબલો જીતી ગયો છે. જ્યારે અથિયા બીજા નંબરે રહી હતી. ત્રીજા નંબરે તેનો મિત્ર ઋત્વિક ભસીન રહ્યો હતો. જ્યારે આકાંક્ષા રજંન કપૂર આ મુકાબલો હારી ગઈ છે. રાહુલને લૂડો ઘણી પસંદ છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં પણ ટી-20 શ્રેણી દરમિયાન રાહુલ લૂડો રમતો જોવા મળ્યો હતો.     આ પણ વાંચો - ઇન્ઝમામ ઉલ હકે ભારતીય ક્રિકેટરોને સ્વાર્થી કહ્યા, કહ્યું - ટીમ માટે નહીં પોતાના માટે સદી ફટકારતા હતા

  તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ અને અભિનેત્રી અથિયા શેટ્ટી (Athiya Shetty)વચ્ચે અફેરની ચર્ચા ચાલી રહી છે. જોકે હજુ સુધી બંનેએ સાર્વજનિક રીતે તેનો સ્વિકાર કર્યો નથી પણ બંનેએ સમય-સમય પર આ વિશે સંકેત આપ્યા છે.
  Published by:News18 Gujarati
  First published:April 24, 2020, 15:50 pm