ન્યૂઝ18 ગુજરાતી: કે એલ રાહુલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી ટી-20 સીરિઝમાં ફોર્મમાં જોવા મળ્યો હતો, પરંતુ તેની અસલ પરીક્ષા ઇન્ડિયન પ્રીમિયર લીગમાં થશે. આ પ્રદર્શનના આધારે કે એલ રાહુલ વર્લ્ડ કપમાં રમશે કે બહાર થશે તે નક્કી થઇ શકે છે.
રાહુલ આઇપીએલમાં પંજાબની ટીમમાંથી રમશે અને બધાની નજર એ વાત પર હશે કે તેને વર્લ્ડ કપની ટિકિટ મળશે કે નહીં. જોકે, પંજાબના હેડ કોચ માઇક હેસનનું માનવું છે કે, રાહુલે ટુર્નામેન્ટમાં રમતાં સમયે એ ન વિચારવું જોઇએ કે તેને આગામી વર્લ્ડ કપ માટે ટીમમાં જગ્યા મળશે કે નહીં.
હેસને કહ્યું કે, કોઇ ખેલાડી એવો નથી, જે ખરાબ સમયમાંથી પસાર ન થતો હોય. સૌથી મહત્વપૂર્ણ એ છે કે, તમે આ સમયને કેવી રીતે લો છો. હું સમજું છું કે રાહુલે સારુ કામ કર્યું છે અને તે ટ્રેનિંગમાં પણ સારા ફોર્મમાં જોવા મળ્યો છે. તેણે મેદાનની બહાર પણ યુવા ખેલાડીઓ સાથે સરસ કામ કર્યું છે.
હેસને ઉમેર્યું કે, જો તમે તમારી ટીમ માટે મેચ જીતવાનો પ્રયાસ કરો છો તો સારી વસ્તુ હશે. એટલા માટે આવનારા કાલ વિશે વિચારવા કરતાં સારું છે કે તમે આજે સારું પ્રદર્શન કરશો તો સારું જ થશે.
પંજાબની ટીમ આ આઇપીએલ સિઝનની પહેલી મેચ સોમવારે રાજસ્થાન સામે રમશે. આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યે રમાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર