કે એલ રાહુલે કહ્યું, અમારી પેઢીમાં કેપ્ટનનો અર્થ મહેન્દ્રસિંહ ધોની જ થાય

કે એલ રાહુલે (KL Rahul)એ ફોબ્સ સાથેની ખાસ વાતચીતમાં એમ.એસ ધોની (MS Dhoni) માટે મોટી વાત કહી હતી. રાહુલ બોલ્યો કે તેમની પેઢીમાં કેપ્ટન નામ સાંભળતાની સાથે જ મહેન્દ્રસિંહ ઘોનીનું નામ જ પહેલા આવે છે.

કે એલ રાહુલે (KL Rahul)એ ફોબ્સ સાથેની ખાસ વાતચીતમાં એમ.એસ ધોની (MS Dhoni) માટે મોટી વાત કહી હતી. રાહુલ બોલ્યો કે તેમની પેઢીમાં કેપ્ટન નામ સાંભળતાની સાથે જ મહેન્દ્રસિંહ ઘોનીનું નામ જ પહેલા આવે છે.

 • Share this:
  નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પ્રતિભાશાળી બેટ્સમેન લોકેશ રાહુલ (KL Rahul) હાલમાં ઈંગ્લેન્ડમાં છે અને માનવામાં આવે છે કે તેને પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં તક મળી શકે છે. લોકેશ રાહુલે ટેસ્ટ સિરીઝ પહેલા ફોર્બ્સ મેગેઝિન સાથે ખાસ વાતચીત કરી છે, જેમાં તેણે પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)પર એક મોટી વાત કહી હતી. કેએલ રાહુલે કહ્યું કે, તેમના માટે કેપ્ટન એટલે ધોની. બેટ્સમેને તેની સિદ્ધિઓ કરતા ધોનીના પાત્રની પ્રશંસા કરી. કેએલ રાહુલે એમ પણ કહ્યું હતું કે, ધોનીએ ઘણી ટ્રોફી જીતી છે. પરંતુ મોટી વાત એ છે કે, તેમનામાં નમ્રતા અને શિષ્ટાચાર છે.

  કે. એલ રાહુલે ફોર્બ્સ સાથેની વાતચીતમાં કહ્યું, 'જો કોઈ વ્યક્તિ કેપ્ટન શબ્દ બોલે છે, તો આપણી પેઢીનું પહેલું નામ મહેન્દ્રસિંહ ધોની હશે. અમે બધા તેની કપ્તાની હેઠળ રમ્યા છે અને અમે ઘણી ટ્રોફી જીતી છે. પરંતુ મહાન વાત એ છે કે, દરેક વ્યક્તિ તેનો આદર કરે છે અને તે તેની કારકિર્દીના ઉતાર-ચઢાવમાં હંમેશા નમ્ર રહ્યો છે.

  આ પણ વાંચો: India vs Sri lanka: ધવન સાથે પૂલમાં મસ્તી કરતી જોવા મળી ભારતીય ટીમ, જુઓ તસવીરો

  લાખો ક્રિકેટરોની જેમ કેએલ રાહુલની મૂર્તિ પણ ધોની રહી છે. જ્યારે કેએલ રાહુલ નાનો હતો, ત્યારે તે ધોનીને તેની પ્રેરણારૂપ માનતો હતો. કેએલ રાહુલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે રાંચી જેવા નાના શહેરનો છોકરો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો ત્યારે તેમને ખાતરી થઈ ગઈ કે તે પણ એક દિવસ ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકે છે. આપને જણાવી દઈએ કે કે.એસ. રાહુલે એમ.એસ. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટેસ્ટ, વનડે અને ટી 20 ડેબ્યૂ કર્યું હતું. આજે કેએલ રાહુલ ભારતનો સ્ટાર બેટ્સમેન છે અને તે પણ આઈપીએલ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબની કપ્તાન કરે છે.

  આ પણ વાંચો: વિરાટ કોહલીને રાહત, ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ પહેલા 2 પ્રેક્ટિસ મેચ રમશે ટીમ ઇન્ડિયા

  મહત્વનું છે કે, કે.એલ.રાહુલ ઇંગ્લેન્ડ પ્રવાસ પર મોટી ભૂમિકા ભજવી શકે છે. ભલે તે 2019 પછીથી ટેસ્ટ મેચ રમ્યો નથી, પરંતુ શુભમન ગિલની ઈજા બાદ હવે તેને છેલ્લા 11માં તક મળી શકે છે. કે.એલ. રાહુલે 36 ટેસ્ટ મેચોમાં 34.58 ની એવરેજથી 2006 રન બનાવ્યા છે જેમાં તેણે 5 સદી અને 11 અર્ધ-સદી ફટકારી છે.
  Published by:kuldipsinh barot
  First published: