Home /News /sport /લોકેશ રાહુલે કર્યો ખુલાસો, વિરાટ સાથે કેમ ખાસ અંદાજમાં કરે છે સેલિબ્રેશન

લોકેશ રાહુલે કર્યો ખુલાસો, વિરાટ સાથે કેમ ખાસ અંદાજમાં કરે છે સેલિબ્રેશન

    ટીમ ઇન્ડિયાનો યુવા સ્ટાર કેએલ રાહુલ હંમેશા ટીમના સુકાની વિરાટ કોહલી સાથે સફળતા પર એક ખાસ પ્રકારનું સેલિબ્રેશન કરતો જોવા મળે છે. ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટી-20માં સદી ફટકાર્યા પછી રાહુલે વિરાટ સાથે આ રીતે સેલિબ્રેશન કર્યું હતું. રાહુલ અને વિરાટને આ સેલિબ્રેશનની પ્રેરણા ક્યાંથી મળી હતી તેનો ખુલાસો કેએલ રાહુલે કરી દીધો છે. ઇંગ્લેન્ડ સામે રાહુલે 54 બોલમાં અણનમ 101 રન બનાવી ટીમને જીત અપાવી હતી.

    ઇંગ્લેન્ડ સામેની મેચ પછી તેણે સાથી ખેલાડી દિનેશ કાર્તિક સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તેનું અને વિરાટનું આ ખાસ સેલિબ્રેશન પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોથી પ્રેરિત છે.

     મેચ પછી દિનેશ કાર્તિકે આ સેલિબ્રેશનનું રહસ્ય પુછ્યું તો રાહુલે કહ્યું હતું કે આ ક્રિસ્ટીયાનો રોનાલ્ડોથી પ્રેરિત છે. 19 સેકન્ડના આ વીડિયોમાં દિનેશ કાર્તિક રાહુલને કહે છે કે જે ‘ડેબ સેલિબ્રેશન’ તમે કરો છો તે શું રોનાલ્ડોથી પ્રેરિત છે. આ સવાલ પર રાહુલે કહ્યું હતું કે હા, તમે બધા જાણો છો કે વિરાટ કોહલી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનો મોટો પ્રશંસક છે. તો હું અને વિરાટ મળીને મેદાનમાં તેના અંદાજમાં ઉજવણી કરીએ છીએ.

    બીસીસીઆઈએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર કાર્તિક અને રાહુલ વચ્ચેની આ ચર્ચાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Cristiano ronaldo, KL Rahul, વિરાટ કોહલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन