Home /News /sport /IPL - 2018 : તો આ કારણે કેએલ રાહુલે ફટકાર્યા 659 રન

IPL - 2018 : તો આ કારણે કેએલ રાહુલે ફટકાર્યા 659 રન

કિંગ્સ ઈલેવન પંજાબના ઓપનર કેએલ રાહુલે ટીમના મેન્ટર અને ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગના વખાણ કરતાં કહ્યું કે, પોતાના પ્રદર્શનમાં સુધારો કરવા માટે તેઓ આઈપીએલમાં બધા જ ખેલાડીઓને પૂરેપૂરી આઝાદી આપતા હતા.

રવિચંદ્રન અશ્વિનની કેપ્ટનસીવાળી પંજાબ ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સિઝનમાં પહેલી 06 મેચોમાંથી પાંચ જીત્યા છતાં પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ હતી.

રાહુલે આઈએએનએસ સાથે ખાસ મુલાકાતમાં કહ્યું, સહેવાગ સાથે મે અલગ-અલગ સમય પર વાત કરી. તેમને હંમેશા પોતાની રમતને સરળ રાખી હતી અને તેઓ હંમેશા ખેલાડીઓને સલાહ આપતા હતા કે, બહાર નિકળો અને પોતાના પર વિશ્વાસ રાખો અને ચહેરા પર મુસ્કાન સાથે રમતની મજા લો. આ રીતની આઝાદી માત્ર મારા માટે નહી પરંતુ બધા જ ખેલાડીઓ માટે હતી, પછી ભલે તે બોલર હોય અથવા બેટ્સમેન હોય.

તેમને આઈપીએલને લઈને કહ્યું કે, આ ક્રિકેટની તે બ્રાન્ડ છે જેને આપણે પરિણામને નજરમાં રાખીને નહી પરંતુ એક ટીમના રૂપમાં રમવા ઈચ્છીએ છીએ. આપણે નિડર અને આક્રમક બનવા ઈચ્છીએ છીએ. આઈપીએલ જેવી ટૂર્નામેન્ટમાં ક્યારેક-ક્યારેક આ ફોર્મૂલા કામ કરશે અને ક્યારેક ના પણ કરે, પરંતુ આપણે આગળ વધવાનું છે.

નવા કેપ્ટન રવિચંદ્નન અશ્વિનના નેતૃત્વમાં ટીમ આ વખત ટૂર્નામેન્ટમા 4 લીગ મેચોમાંથી છ મેચોમાં જીત નોંધાવી શકી હતી.

26 વર્ષના કેએલ રાહુલે કહ્યું, મને લાગે છે કે, અશ્વિન ખુબ જ સારા છે. તેઓ યુવાઓ સાથે ઘણો સમય પ્રસાર કરે છે. તે સ્પષ્ટ રીતે કહે છે કે, ટીમ નિડર થઈને પોતાની સ્વભાવિક રમત દર્શાવે.

રાહુલે પોતાના સાથી ઓપનર ક્રિસ ગેલના વખાણ કરતાં કહ્યું કે, તે દુનિયાનો સૌથી વિસ્ફોટક ટી-20 ઓપરન છે. તેમની સાથે ઈનિંગની શરૂઆત કરવી સન્માનની વાત છે.

કેએલ રાહુલે આઈપીએલ-11માં કેએલ રાહુલે 14 મેચોમાં છ અર્ધશતકની મદદથી 659 રન બનાવ્યા, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 95* રન રહ્યો છે. કેએલ રાહુલ રન બનાવવાની બાબતમાં કેન વિલિયમ્સન (735 રન, મેચ 17) અને રિષભ પંત (684 રન, મેચ 14) પછી ત્રીજા નંબર પર છે.
First published:

Tags: Ipl 2018, Kings xi punjab, KL Rahul, Sports news, Virender sehwag

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો