IND vs ENG: કે.એલ રાહુલના સમર્થનમાં બેટિંગ કોચે કહ્યું, તે ટીમનો શ્રેષ્ઠ ટી-20 બેટ્સમેન

IND vs ENG: કે.એલ રાહુલના સમર્થનમાં બેટિંગ કોચે કહ્યું, તે ટીમનો શ્રેષ્ઠ ટી-20 બેટ્સમેન

  • Share this:
    અમદાવાદ: બેટિંગ કોચ વિક્રમ રાઠોડે(Vikram Rathour) લોકેશ રાહુલ(KL Rahul)ને સમર્થન આપતા કહ્યું કે, ઓપનર લોકેશ રાહુલ નબળા ફોર્મ સામે લડી રહ્યો છે, ઓછા રન કરીને ત્રણ વખત આઉટ થવું એ હકીકતને બદલતું નથી કે, તે ભારતનો 'બેસ્ટ ટી -20 બેટ્સમેન' છે અને તેને સારી ઇનિંગ્સ રમતા વધારે સમય લાગશે નહીં. તેને ફરીથી તેના શ્રેષ્ઠ પ્રદર્શનમાં પાછા આવવા માટે ટીમ તેને મદદ કરશે. રાહુલ પણ છેલ્લી બે ટી -20 મેચમાં ખાતું ખોલાવવામાં નિષ્ફળ ગયો હતો, જ્યારે પહેલી મેચમાં તે ફક્ત એક જ રન બનાવવામાં સફળ રહ્યો હતો. તેનું એક અગત્યનું કારણ તે છે કે, ઓસ્ટ્રેલિયામાં ડિસેમ્બરની શરૂઆતમાં ટી -20 સિરીઝ સમાપ્ત થઈ ત્યારથી તે કોઈ મેચ રમ્યો ન હતો.

    કોચ વિક્રમ રાઠોડે મંગળવારે અહીં ત્રીજી ટી -20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતની પરાજય બાદ કહ્યું કે, કોઈપણ ખરાબ તબક્કામાંથી પસાર થઈ શકે છે અને લોકેશ રાહુલ ટી 20 ફોર્મેટમાં અમારો શ્રેષ્ઠ બેટ્સમેન છે. તેની સરેરાશ એવરેજ 40થી વધુ છે અને સ્ટ્રાઇક રેટ 145 અને ત્રણ નિષ્ફળતાઓ એ હકીકતને બદલતી નથી કે તે આ ફોર્મેટમાં અમારો શ્રેષ્ઠ બેટ્સમેન છે.



    આ પણ વાંચો - અમદાવાદ : કોરોના કેસ વધતા એએમસીનો મોટો નિર્ણય, આ આઠ વોર્ડમાં રાત્રે 10 વાગ્યા પછી ખાણી-પીણી બજાર બંધ રહેશે

    આ સમયે રાહુલને અમારા સમર્થનની જરૂર છે
    તેણે કહ્યું, "તેને અત્યારે રાહુલને અમારા ટેકાની જરૂર છે અને મને ખાતરી છે કે તે ખરાબ ફોર્મથી પાછો આવશે. જેના માટે" એક સારો શોટ પણ પૂરતો હશે. તેમણે કહ્યું, "હું સહમત છું કે લાંબા સમય સુધી બહાર બેસવું ધાર ખંખેરી નાખે છે, પરંતુ અમે ફક્ત તેને પ્રેક્ટિસ કરવાની તક આપી શકીશું. તે નેટ સેશનમાં અને મેદાન પર બનાવેલી પીચ પર પણ ઘણો સમય વિતાવી રહ્યા છે.

    છેલ્લી ત્રણ મેચની પિચો પર બેટિંગ કરવું મુશ્કેલ હતું.
    ભારતીય ટીમના બેટ્સમેન કોચે કહ્યું, "આ તેઓ જ કરી શકે છે અને અમે આશા રાખી શકીએ કે તેના તરફથી એવી ઇનિંગ્સ કે શોટ આવે અને તે પાછો ફોર્મમાં આવી જાય છે." મહત્વનું છે કે, "ભારતીય ટીમ વર્તમાન શ્રેણીની બંને મેચ હારી ગઈ છે, ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર રાઠોડ મુજબ છેલ્લા ત્રણ મેચની પિચમાં બેટિંગ કરવી સહેલી નહોતી."
    Published by:kuldipsinh barot
    First published:March 17, 2021, 14:31 pm

    ટૉપ ન્યૂઝ