Home /News /sport /

VIDEO : મેચ બાદ જોવા મળ્યો અદભૂત દ્રશ્ય, રાહુલ-હાર્દિકે જીત્યા ફેન્સના દિલ

VIDEO : મેચ બાદ જોવા મળ્યો અદભૂત દ્રશ્ય, રાહુલ-હાર્દિકે જીત્યા ફેન્સના દિલ

    લોકેશ રાહુલે પોતાની આક્રમક રમતથી કિંગ્સ ઈલેવન પંજાબને જીતની નજીક પહોંચાડી દીધી હતી. પરંતુ 19મી ઓવરના ત્રીજા બોલ પર રાહુલ, બૂમરાબની બોલ પર કેચ આઉટ થઈ ગયો. ત્યાથી જ મેચ એકદમ પલટી ગઈ અને પંજાબને 03 રનોથી હારનો સામનો કરવો પડ્યો.

    જીતથી નજીક પહોંચીને આઉટ થવાના કારણે રાહુલ ખુબ જ નિરાશ થઈ ગયો, પરંતુ તેનાથી વધારે દુ:ખ તેના ચહેરા પર ત્યારે જોવા મળ્યા જ્યારે પંજાબ ત્રણ રનોથી મેચ હારી ગયું. અંતિમ ઓવરમાં જીત માટે 17 રનોની જરૂરત હતી. બૂમરાહે 19મી ઓવરમાં 06 રન આપ્યા અને રાહુલની મોટી વિકેટ ઝડપી હતી.

    પરંતુ મુંબઈના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મેચ બાદ એક ઈતિહાસ લખી નાંખ્યો, તેમને રાહુલ સાથે પોતાની જર્સી એક્સચેન્જ કરી, જણાવી દઈએ કે, હાર્દિક અને રાહુલ ખુબ જ સારા મિત્રો છે. બંને ટીમ ઈન્ડિયા માટે રમે પણ છે.

    જર્સી એક્સચેન્જ કરીને હાર્દિક અને રાહુલે બધાના દિલ જીતી લીધા, તમને જણાવી દઈએ કે, ફુટબોલ મેચોમાં મોટાભાગે ખેલાડીઓ જર્સી એક્સચેન્જ કરતા નજરે પડે છે. આ જુની પરંપરા છે. રાહુલે મેચ બાદ કહ્યું, "હાર્દિક અને હું સારા મિત્રો છે. અમે વિચાર્યુ કે, ફુટબોલની જેમ અમે પણ કેમ આવું ના કરીએ. જર્સી એક્સચેન્જ કરીને સારૂ લાગ્યું,"

    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: KL Rahul, Sports news, હાર્દિક પંડ્યા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन