હિટ વિકેટ આઉટ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકેશ રાહુલ સાથે મજાક-મસ્તી

News18 Gujarati
Updated: March 13, 2018, 10:37 PM IST
હિટ વિકેટ આઉટ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકેશ રાહુલ સાથે મજાક-મસ્તી

  • Share this:
સોમવારે શ્રીલંકા વિરૂદ્ધ લાંબા સમય બાદ ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવનમાં લોકેશ રાહુલને તક આપવામાં આવી હતી. સતત બે મેચોમાં ફ્લોપ રહેલ ઋષભ પંતની જગ્યાએ રોહિતે રાહુલનો સમાવેશ કર્યો હતો. જોકે, લોકેશ રાહુલ આ મેચમાં પોતાના બલ્લાથી કંઈ ખાસ કમાલ બતાવી શક્યો નહતો. રોહિત શર્મા અને શિખર ધવન આઉટ થયા બાદ ટીમને એક પાર્ટનરશીપની જરૂરત હતી, પરંતુ રાહુલ પહેલા બોલથી જ સંઘર્ષ કરતો નજરે પડ્યો હતો. રાહુલ 17 બોલમાં 18 રન બનાવીને જીવન મેન્ડિસની ઓવરમાં હિટ વિકેટ આઉટ થઈ ગયો હતો. તે સાથે જ ટી-20માં હિટ વિકેટ આઉટ થનાર રાહુલ પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો હતો. આ પહેલા ભારત તરફથી એકપણ ખેલાડી ટી-20માં આવી રીતે આઉટ થયો નથી. રાહુલ હિટ વિકેટ આઉટ થયો જેના કારણે સોશિયલ મીડિયા પર તેની ઘણી બધી મજાક મસ્તી કરવામાં આવી રહી છે.

ટ્વિટર પર એક ફેન્સે લખ્યું કે, રાહુલ હંમેશા અનોખા રેકોર્ડ જ બનાવે છે. જ્યારે એક ફેન્સે લખ્યું કે, મુબારક હો રાહુલ તમે પણ હવે હિટ વિકેટ આઉટ થનાર બેટ્સમેનોની ક્લબમાં સામેલ થઈ ગયા છો. જ્યારે કેટલાક ફેન્સે રાહુલને સાથ આપતા લખ્યું કે, રાહુલ તમારે નિરાશ થવાની જરૂરત નથી મોટ-મોટા ખેલાડી આવી રીતે આઉટ થઈ ચૂક્યા છે. રાહુલનો ટી-20 મેચોનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.First published: March 13, 2018, 10:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading