23 જાન્યુઆરી 2023 અને સોમવાર ક્રિકેટર KL રાહુલ અને આથિયા શેટ્ટીના જીવનનો સૌથી સુંદર દિવસ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટાર કેએલ રાહુલે બોલિવૂડ એક્ટર સુનિલ શેટ્ટીની દીકરી આથિયા સાથે ખંડાલામાં લગ્ન કર્યા હતા.
Lokesh Rahul Athiya Shetty Marriage: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર કેએલ રાહુલે અભિનેત્રી આથીયા શેટ્ટી સાથે ઘરસંસાર માંડયો છે. ઘણા લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહ્યાં બાદ આખરે ટીમ ઈન્ડીયાના ક્રિકેટર રાહુલ અને અથિયા શેટ્ટીના લગ્ન થઈ ગયા છે. અભિનેતા સુનિલ શેટ્ટીના ખંડાલા સ્થિત આલિશાન બંગલામાં લગ્ન સમારોહ યોજાયો હતો જેમાં રાહુલ અને અથિયા શેટ્ટી સાત ફેરા ફરીને લગ્નના બંધને બંધાયા હતા હંમેશને માટે એકબીજાના થયા હતા. રાહુલ અને અથિયાના લગ્નમાં મહેમાનોની પાંખી હાજરી જોવા મળી હતી. જય દત્ત, અજય દેવગન જેવા અભિનેતાઓ પણ લગ્નમાં હાજર રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે તો બીજી તરફ હરભજન સિંહ ગૌતભ ગંભીર જેવા ક્રિકેટરોએ પણ હાજરી આપી હોવાનું માનવામાં આવી રહ્યું છે. માત્ર ગણ્યાગાંઠ્યા લોકોને લગ્નમાં આમંત્રિત કરાયા હતા. ઉપરાંત લગ્નમાં આવનાર મહેમાનો પર મોબાઈલ લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકાયો હતો કારણ કે શેટ્ટી પરિવાર તેમના ઘરના આ પ્રસંગને સીમિત રાખવા માગતો હતો. જો કે હવે નવપરણિત દંપતિ ખુદ લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરશે.
લગ્નમાં કોણ કોણ આવ્યું?
કેટલાક ક્રિકેટર્સ પણ કેએલ રાહુલના લગ્નમાં પહોંચી ગયા હતા. જ્યારે ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર્સ ન્યૂઝીલેન્ડ સામેની મેચને કારણે લગ્નમાં પહોંચી શક્યા નહોતા. એક ઈનસાઈડ અહેવાલ મુજબ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીરને અને કેએલ રાહુલે ટીમના માલિક સંજીવ ગોએન્કાને આમંત્રણ આપ્યું હતું
તો આ સિવાય સંજય દત્ત, અજય દેવગન જેવા અભિનેતાઓ પણ લગ્નમાં હાજર રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે તો બીજી તરફ હરભજન સિંહ ગૌતભ ગંભીર જેવા ક્રિકેટરોએ પણ હાજરી આપી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર સાંજે ચાર વાગ્યા બાદ લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી. અથિયાના પિતા સુનીલ શેટ્ટી અને ભાઈ અહાન શેટ્ટીએ લગ્ન બાદ પત્રકારોનું મોં મીઠું કરાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે બંને એકબીજાને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા. બંને સોશ્યલ મીડિયા પર પણ સીધી કે આડકતરી રીતે સ્વીકારી ચૂક્યા હતા કે બંને રિલેશનશિપમાં છે અને હવે વધુ એક જોડીએ લગ્ન કરીને ઘર સંસાર માંડી દીધો છે. બંનેના ફેન્સ પણ આ પળની ઉજવણી કરી રહ્યા છે.
" isDesktop="true" id="1325471" >
બોલિવૂડ અભિનેત્રીઓ સાથે લગ્ન કરનાર ખેલાડીઓની યાદીમાં હવે કેએલ રાહુલનું નામ પણ જોડાઈ ગયું છે. કેએલ હવે આવો 7મો ક્રિકેટર બની ગયો છે. મોહમ્મદ અઝહરુદ્દીન, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, ઝહીર ખાન, હરભજન સિંહ, મોહસીન ખાન, મન્સૂર અલી ખાન પટૌડી જેવા ભૂતપૂર્વ ક્રિકેટરોએ બોલિવૂડ અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા હતા.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર