KL રાહુલ અને અથિયા શેટ્ટીએ પ્રેમ સંબંધ કર્યો જાહેર, Viral થઈ ઇન્સ્ટાગ્રામની પોસ્ટ

રાહુલે જન્મદિવસે જ કરી લીધો પ્રેમનો એકરાર, અથિયા શેટ્ટી સાથે પ્રેમમાં પડેલો છે ક્રિકેટર

Rahul Athiya Love Story : સુનીલ શેટ્ટીની દિકરી અથિયા શેટ્ટી (Athiya Shetty) અને ક્રિકેટર કે.એલ. રાહુલે (KL Rahul ) પોતાની રિલેશનશીપ પર મહોર લગાવી દીધી છે.

  • Share this:
    સુનીલ શેટ્ટીની દિકરી અથિયા શેટ્ટી (Athiya Shetty) અને ક્રિકેટર કે.એલ. રાહુલે (KL Rahul ) પોતાની રિલેશનશીપ પર મહોર લગાવી દીધી છે. અથિયા શેટ્ટીએ ગઈકાલે પોતાના 29માં બર્થ ડેનું સેલિબ્રેશન કર્યું હતું. અથિયાના બર્થડે (Athiya Birthday) બાદ કે.એલ. રાહુલે રોમેન્ટીક કેપ્શન સાથે સોશિયલ મીડિયા પર ખૂબ જ સુંદર ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ સાથે જ બંનેના સંબંધો અંગે ઘણા સમયથી ચાલતી ચર્ચાઓનો અંત આવી ગયો છે.

    ફોટોમાં અથિયા અને રાહુલ સાથે જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોઝમાં તેમની ખુશી સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. કેપ્શનમાં કે.એલ.રાહુલે લખ્યું કે, ‘હેપ્પી બર્થ ડે માય લવ @athiyashetty’ અથિયાએ પણ પોસ્ટમાં હાર્ટનું ઈમોજી શેર કર્યું છે.

    રાહુલ ફોર્મમાં

    દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહેલ ICC T20 વર્લ્ડ કપ 2021માં ગૃપ 2ની સુપર 12 મેચમાં ભારતે સ્કોટલેન્ડને હરાવી દીધું છે. ત્યારબાદ કે.એલ.રાહુલે આ પોસ્ટ કરી છે. સ્કોટલેન્ડ સામેની મેચ દરમિયાન રાહુલ અને ભારતીય ટીમને ચીયર કરવા માટે અથિયા સ્ટેડિયમમાં આવી હતી. રાહુલે અડધી સદી ફટકારી ત્યારે, અથિયા અને રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ તેઓને ચીયર અપ કરતા જોવા મળ્યા હતા.








    View this post on Instagram






    A post shared by KL Rahul👑 (@rahulkl)






    આ પણ વાંચો : Cricket: અનુષ્કા શર્માથી લઈ નતાશા સ્ટેન્કોવિક, આ છે ભારતીય ક્રિકેટરોની સ્ટાઈલીશ પત્નીઓ

    રિલેશનશીપને લઈને હંમેશા ચર્ચામાં

    આ વર્ષની શરૂઆતમાં HT રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કે.એલ. રાહુલે BCCI ના ડોક્યુમેન્ટ્સમાં અથિયાને પોતાના પાર્ટનર તરીકે ગણાવી હતી. અથિયા શેટ્ટી અને કે.એલ. રાહુલ સાથેના રિલેશનશીપને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અથિયા શેટ્ટી અને કે.એલ. રાહુલ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે.

    આ પણ વાંચો :  Shubman gill : શુબમન ગીલની પોસ્ટ-પરીઓના પ્રેમમાં ન પડાય! લોકોએ પૂછ્યું, 'કેમ સારા સાથે બ્રેકઅપ...'

    તેઓ રિલેશનશીપમાં હોવાનું પણ તેમણે જાહેર કર્યું છે. આ કપલે ક્યારેય પણ સત્તાવાર રીતે પોતાના રિલેશન (Athiya Shetty and KL Rahul Relationship)અંગેની કોઈ વાત કરી નથી. અથિયા શેટ્ટીએ વર્ષ 2015માં ફિલ્મ ‘હીરો’ માં સૂરજ પંચોલી સાથે કામ કર્યું છે. તેમણે છેલ્લી ફિલ્મ મોતીચૂર ચકનાચૂરમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કર્યું છે. અથિયાએ પોતાના આગામી પ્રોજેક્નટની ઘોષણા કરી છે.
    First published: