Home /News /sport /IPL 2023: શ્રેયસ અય્યર પ્રત્યે KKRનો મોહ ઓછો નથી થયો, નીતિશને કેપ્ટન બનાવ્યા પછી કંઈક....

IPL 2023: શ્રેયસ અય્યર પ્રત્યે KKRનો મોહ ઓછો નથી થયો, નીતિશને કેપ્ટન બનાવ્યા પછી કંઈક....

ઈન્જરીના કારણે શ્રેયસ IPL નહી રમી શકે

કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન (Shreyas Iyer) શ્રેયસ ઐયર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન પીઠની ઈજાનો શિકાર બન્યો હતો. જેના કારણે તે વનડે સિરીઝ પણ રમી શક્યો ન હતો.

નવી દિલ્હી : કોલકાતા નાઈટ રાઈડર્સે સોમવારે IPL 2023 માટે તેમના કેપ્ટનના નામની જાહેરાત કરી છે. નિયમિત સુકાની શ્રેયસ અય્યરની ગેરહાજરીને કારણે, ફ્રેન્ચાઇઝીએ આગામી સિઝન માટે અનુભવી બેટ્સમેન નીતિશ રાણાને આ જવાબદારી સોંપી છે. નીતિશ વર્ષ 2018 થી KKR ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલા છે, અને તે ટીમના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેનોમાંના એક છે. ભલે શાહરૂખ ખાનની ફ્રેન્ચાઈઝીએ નવા કેપ્ટનની જાહેરાત કરી હોય, પરંતુ તેમ છતાં તેનું મન શ્રેયસ અય્યર પર સ્થિર છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝીને આશા છે કે, શ્રેયસ અય્યર ટુર્નામેન્ટ પૂરી થાય તે પહેલા ટીમમાં પરત ફરશે. છેલ્લી સિઝન દરમિયાન, અય્યરે KKR માટે 14 મેચમાં ત્રણ અડધી સદીની મદદથી 401 રન બનાવ્યા હતા. ગત સિઝન પહેલા યોજાયેલી મેગા હરાજી દરમિયાન ઐયરને KKRએ રૂ. 12.25 કરોડમાં ખરીદ્યો હતો. તે અગાઉ દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો.

KKR દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પીઠની ઈજાથી પીડિત શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં નીતિશ રાણા ટીમનું નેતૃત્વ કરશે. એવું કહેવામાં આવ્યું હતું કે, ફ્રેન્ચાઇઝીને આશા છે કે, ટૂર્નામેન્ટના અમુક તબક્કે અય્યર સ્વસ્થ થઈને KKR ટીમમાં પરત ફરશે. તેમની ગેરહાજરીમાં નીતીશ ટીમનું નેતૃત્વ કરશે. આ પહેલા તે સફેદ બોલની ક્રિકેટમાં પણ કેપ્ટનશીપ કરી ચુક્યો છે.

આ પણ વાંચો : અમેરિકા બાદ યુરોપમાં પણ બેન્કિંગ ક્ષેત્રે કટોકટી સર્જાઈ, ડૂબવાના આરે છે આ મોટી બેન્કો...

શ્રેયસ અય્યર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે બંને દેશો વચ્ચે રમાતી ODI સિરીઝનો ભાગ પણ બની શક્યો ન હતો. રિપોર્ટ્સ અનુસાર, BCCIએ ઐયરને સર્જરી કરાવવાની સલાહ આપી છે. આવી સ્થિતિમાં તેના માટે આગામી છ મહિના સુધી ક્રિકેટ રમવું મુશ્કેલ લાગે છે. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યર IPL 2023ના છેલ્લા તબક્કા સુધી KKRમાં કેવી રીતે વાપસી કરી શકશે તે સ્પષ્ટ નથી.
First published:

Tags: Kolkata Knight Riders, Shreyas iyer