KKR vs SRH, IPL 2021 : KKRએ 6 વિકેટથી હૈદરાબાદને હરાવ્યું, શુભમન ગીલની ફિફ્ટી

વિલિયમસને ટોસ જીત્યો હતો અને હૈદરાબાદે બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

IPL 2021, Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Live Cricket Score: આઈપીએલની 2021ની 49મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

  • Share this:
    નવી દિલ્હી: કેકેઆરે (KKR) પ્લેઓફમાં પહોંચવાની તેમની આશા અકબંધ રાખી છે. આઈપીએલ 2021 (IPL 2021) ની મેચમાં ટીમે રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 6 વિકેટે હરાવ્યો હતો. કેકેઆરની આ 13 મેચમાં છઠ્ઠી જીત છે. ટીમ 12 પોઇન્ટ સાથે ટેબલમાં ચોથા નંબરે છે. મેચમાં પ્રથમ રમતા હૈદરાબાદે 8 વિકેટે 115 રન બનાવ્યા હતા. જવાબમાં KKR એ લક્ષ્યાંક 19.4 ઓવરમાં 4 વિકેટે હાંસલ કરી લીધો. શુભમન ગિલે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. 12 મેચમાં હૈદરાબાદની આ 10 મી હાર છે.

    IPL 2021, Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Live Cricket Score



    • 17મી ઓવરના છેલ્લા બોલ પર નીતિશ રાણા 25 રન કરીને આઉટ થયો હતો.

    • 16મી ઓવરના ત્રીજા બોલ પર શુભમન ગિલ 57 રન કરીને આઉટ થયો હતો. 

    • છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર રાહુલ ત્રિપાઠી 7 રન કરીને આઉટ થયો હતો.

    • 4થી ઓવરના ચોથા બોલ પર વેંકટેશ ઐયર આઉટ થયો હતો.

    • 20 ઓવરના અંતે હૈદરાબાદે 8 વિકેટ ગુમાવીને 115 રન કર્યા અને કોલકાતાને 116 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

    • 18મી ઓવરના બીજા બોલ  પર રાશિદ ખાન 8 રન કરીને આઉટ થયો હતો. 

    • 17મી ઓવરના બીજા બોલ પર અબ્દુલ સમાદ પણ 25 રન કરીને આઉટ થયો હતો. 

    • 16મી ઓવરના પ્રથમ બોલ પર જેસન હોલ્ડર,પણ 2 રન કરીને વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો હતો. 

    • 14મી ઓવરના બીજા બોલ પર પ્રિયમ ગર્ગ 21 રન કરીને આઉટ થયો હતો. 

    • 10મી ઓવરના પહેલા બોલ પર અભિષેક શર્મા  6 રન કરીને આઉટ થયો હતો. 

    • છઠ્ઠી ઓવરના પાંચમાં બોલ પર કેન વિલિયમ્સન 26 રન કરીને આઉટ થયો હતો. 

    • ત્રીજી ઓવરમાં જેસન રોય 10 રન કરીને આઉટ થયો હતો.

    • ઈનિંગના બીજા બોલ પર જ રિદ્ધિમાન સાહા શૂન્ય રન કરીને આઉટ થયો હતો અને કોલકાતાને પ્રથમ સફળતા મળી હતી. ટિમ સાઉથીને પ્રથમ સફળતા મળી હતી.

    • હૈદરાબાદના કેપ્ટને પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.


    લક્ષ્યનો પીછો કરતા કેકેઆરની શરૂઆત સારી ન હતી. વેંકટેશ અય્યર 8 અને રાહુલ ત્રિપાઠી માત્ર 7 રન બનાવી શક્યા હતા. અય્યરને જેસન હોલ્ડરે આઉટ કર્યો હતો જ્યારે રાહુલને રાશિદ ખાને આઉટ કર્યો હતો. ટીમે 38 રનમાં 2 વિકેટ ગુમાવી હતી. આ પછી, શુભમન ગિલ અને નીતિશ રાણા (25) એ ત્રીજી વિકેટ માટે 55 રન જોડ્યા. ગિલ 51 બોલમાં 57 રન કર્યા બાદ આઉટ થયો હતો. 11 ચોગ્ગા ફટકાર્યા. તેને ઝડપી બોલર સિદ્ધાર્થ કૌલે આઉટ કર્યો હતો. ગિલે વર્તમાન આઈપીએલ સિઝનની પ્રથમ અડધી સદી ફટકારી હતી. હોલ્ડરે રાણાને આઉટ કરીને પોતાની બીજી વિકેટ લીધી હતી. દિનેશ કાર્તિક 18 અને કેપ્ટન ઇયોન મોર્ગને 2 રન બનાવી અણનમ રહ્યા હતા.

    કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ 11: શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઇઓન મોર્ગન (c), દિનેશ કાર્તિક, સુનીલ નારાયણ, શાકિબ અલ હસન, ટિમ સાઉથી, વરુણ ચક્રવર્તી, શિવમ માવી

    સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ 11: જેસન રોય, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, રશીદ ખાન, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક અને સિદ્ધાર્થ કૌલ.
    Published by:kuldipsinh barot
    First published: