IPL 2021 KKR vs RCB: કોલકત્તા નાઈટ રાઈડર્સનું જોરદાર કમબેક, RCBને 9 વિકેટે આપી માત

RCBએ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

IPL 2021 ફેઝ 2માં સોમવારે રોયલ ચેલેન્જર બેંગલોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે. ફેઝ-1માં RCBએ પ્રશંસનીય પ્રદર્શન દાખવીને 7 મેચમાંથી માત્ર 2મા જીત મેળવી હતી.

  • Share this:
    નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની 31 મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) બેંગ્લોરને 9 વિકેેટે માત આપી છે અને 2 અંક મેળવી લીધી છે. કોલકત્તાએ માત્ર 92 રનમાં જ બેગ્લોરને (RCB) ઓલ આઉટ કરી દીધું હતું. વિરાટ (Virat Kohli) , મેક્સવેલ અને ડી વિલિયર્સ જેવા દિગ્ગજોથી સજ્જ આરસીબીની બેટિંગ ખરાબ રીતે ફ્લોપ થયા હતા. કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તી અને આન્દ્રે રસેલે 3-3 વિકેટ લીધી હતી. લોકી ફર્ગ્યુસને 2 અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 1 વિકેટ લીધી હતી. બેંગલોર તરફથી દેવદત્ત પડિકલે સૌથી વધુ 22 રન બનાવ્યા હતા. શ્રીકર ભરત 16 રન બનાવી શક્યો. વિરાટ કોહલી માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. મેક્સવેલે 17 બોલમાં માત્ર 10 રન બનાવ્યા હતા અને એબી ડી વિલિયર્સ અને હસરંગા પહેલા જ બોલ પર આઉટ થયા હતા.

    KKR vs RCB Live Score IPL 2021, Match 31

    • કોલકત્તાએ 10 ઓવરમાં જ એક વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.

    • 19મી ઓવર પૂર્ણ થતાની સાથે જ કોહલીની ટીમ 92 રન કરીને ઓલ આઉટ થઈ ગઈ અને કોલકત્તાને જીતવા માટે 93 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

    • 16મી ઓવરના ત્રીજા બોલ પર હર્ષલ પટેલ 12 રન કરીને આઉટ થયો હતો. સ્કોર 83/9

    • 15મી ઓવરના ત્રીજા બોલર પર કાયલ જેમિસ આઉટ થયો હતો, સ્કોર 76/8

    • 13મી ઓવરના ચોથા બોલ પર વરુણ ચક્રિવતીએ સચિન બેબીને 7 રન કરીને આઉટ કર્યો હતો.

    • 11મી ઓવરમાં મેક્સવેલ 10 રન કરીને આઉટ થયો અને પછીના બોલ પર હસરંગા શૂન્યએ આઉટ થતા આરસીબીનો સ્કોર 66/6

    • એબી ડી વિલિયર્સ પણ શૂન્ય રન કરીને આઉટ થયો હતો

    • શ્રીકાર ભરત 16 રન કરીને આંદ્રે રસેલનો શિકાર બન્યો હતો

    • વિરાટ કોહલી બાદ દેવદત્ત પદિકકલ 22 રન કરી થયો આઉટ 7 ઓવર બાદ આરસીબીનો સ્કોર 47/2

    • વિરાટ કોહલી માત્ર 5 રન બનાવી પ્રસિદ્ધ કિષ્ણાનો શિકાર બન્યો હતો.

    • આરસીબીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.


    આ મેચ IPLમાં RCBના કેપ્ટન વિરાટ કોહલીની 200મી મેચ છે. આ મેચમાં રમતાની સાથે જ વિરાટ કોઈપણ ટીમ માટે 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી બની જશે. જોકે, એકંદરે તે આ સીમાચિહ્ન સુધી પહોંચનાર પાંચમો ખેલાડી બનશે. તેની પહેલા મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, રોહિત શર્મા અને સુરેશ રૈના IPLમાં 200 મેચ રમી ચૂક્યા છે.

    મહત્વનું છે કે, IPL 2021 ના ​​બીજા તબક્કા પહેલા બેંગ્લોરની ટીમમાં 5 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. વોશિંગ્ટન સુંદર ઈજાને કારણે બહાર થયો છે. ડેનિયલ સેમ્સ, એડમ ઝમ્પા, ફિન એલન અને કેન રિચાર્ડસન બહાર છે. બેંગ્લોરે તેમના સ્થાને વાનેન્દુ હસરંગા, દુષ્મંતા ચમીરા, ટિમ ડેવિડ, જ્યોર્જ ગાર્ટન અને આકાશ દીપનો સમાવેશ કર્યો છે. કોલકાતાની વાત કરીએ તો, પેટ કમિન્સ બીજા તબક્કામાં રમી રહ્યો નથી, KKR એ તેના સ્થાને ટિમ સાઉદીને તક આપી છે.

    કોલકાતા નાઇટ રાઇડર્સ  (kolkata knight rirders) પ્લેઈંગ ઈલેવન : વેંકટેશ અય્યર, શુભમન ગિલ, નીતીશ રાણા, રાહુલ ત્રિપાઠી, ઇઓન મોર્ગન, આન્દ્રે રસેલ, દિનેશ કાર્તિક, સુનીલ નારાયણ, લોકી ફર્ગ્યુસન, વરુણ ચક્રવર્તી અને પ્રસિદ્ધ કૃષ્ણા.

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (royal challengers bangalore) પ્લેઇંગ ઇલેવન - વિરાટ કોહલી, દેવદત્ત પડીક્કલ, કેએસ ભરત, ગ્લેન મેક્સવેલ, એબી ડી વિલિયર્સ, હસરંગા, સચિન બેબી, કાયલ જેમ્સન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ.
    Published by:kuldipsinh barot
    First published: