Home /News /sport /KKR vs PBKS: ટીમ ઈન્ડિયામાંથી જેને ખૂબ ગાળો પડી એ બોલર ચાલી ગયો, પંજાબે કોલકાતાને પછાડ્યુ

KKR vs PBKS: ટીમ ઈન્ડિયામાંથી જેને ખૂબ ગાળો પડી એ બોલર ચાલી ગયો, પંજાબે કોલકાતાને પછાડ્યુ

ipl 2023 pbks vs kkr

IPL 20203 KKR vs PBKS: કોલકાતા સામે પંજાબનો 7 રને વિજય. વરસાદના કારણે ડકવર્થ લુઈસના આધારે લેવાયો નિર્ણય

KKR vs PBKS:  ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 માં આજે શનિવારે દિવસની પ્રથમ મેચમા, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો પંજાબ કિંગ્સ સામે પરાજય થયો હતો . કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. ઓપનર ભાનુકા રાજપક્ષે 50 જ્યારે કેપ્ટન શિખર ધવને 40 રન બનાવ્યા હતા. બાદમાં કોલકાતાએ ચેઝ કરવા ઉતાર્યા બાદ થોડા જ સમયમાં વિકેટો ગુમાવી દીધી હતી જેના કારણે પરાજય થયો હતો.

ડકવર્થ લુઈસ મુજબ લેવાયો નિર્ણય 

આ મેચમાં વરસાદને કારણે રમત રોકવાની ફરજ પડી હતી. તે સમયે કોલકાતાએ 16 ઓવર બાદ 7 વિકેટના નુકસાન પર 146 રન બનાવ્યા હતા. મેચ ફરી શરૂ થઈ શકી ન હતી અને પંજાબને ડકવર્થ-લુઈસ નિયમના આધારે 7 રનથી વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

વેંક્ટેશ ઐયર અને રસેલ ટકી ગયા હોત તો... 

કોલકાતાની બેટિંગ લાઇન અપમાં શરૂઆતના બેટ્સમીનો ફટાફટ આઉટ થઈ ગયા હતા. જો કે મિડલ ઓર્ડરમાં  વેંક્ટેશ ઐયર અને રસેલ સારું રમ્યા હતા. બંનેએ 34 અને 35 રન બનાવ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે આ બે ખેલાડીઓ જો મેદાન પર થોડો સમય ટકી ગયા હોત તો પરિણામ કૈંક જ અલગ હોત.

આ પણ વાંચો: IPL 2023: ગુજરાત ટાઈટન્સના ફેન્સ માટે ઇલેક્ટ્રીક સ્કૂટર જીતવાની શાનદાર તક, નાનકડું કામ કરી દો

વરસાદ બન્યો વિલન 

જો કે આખરે બંને ટીમોને વરસાદ નડી ગયો હતો અને મેચ અટકાવવાની ફરજ પડી હતી. 16 ઓવર બાદ 7 વિકેટના નુકસાન પર 146 રન બનાવ્યા હતા. મેચ ફરી શરૂ થઈ શકી ન હતી અને પંજાબને ડકવર્થ-લુઈસ નિયમના આધારે 7 રનથી વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

પંજાબ તરફથી અર્શદીપ સિંઘે 3 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે અર્શદીપ સિંઘે અગાઉ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાન સામે કેચ પડ્યો ત્યારે ખૂબ વિવાદમાં આવ્યો હતો અને લોકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો હતો.
First published:

Tags: IPL 2023, Kolkata Knight Riders, Punjab Kings