IPL : શુભનમ ગિલ ઇતિહાસ રચ્યો, આ સિદ્ધી મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો

News18 Gujarati
Updated: May 4, 2019, 9:24 AM IST
IPL : શુભનમ ગિલ ઇતિહાસ રચ્યો, આ સિદ્ધી મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો
શુભનમ ગિલની ફાઇલ તસવીર

અંડર -19 વર્લ્ડકપમાં જોરદાર પ્રદર્શન કરનારા ગિલને કેકેઆરે 1.80 કરોડમાં ખરીદ્યો હતો.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : કોલકાત્તા નાઇટ રાઇડર્સના ખેલાડી શુભનમ ગિલની જોરદાર બેટિંગના કારણે પંજાબને સાત વિકેટ હરાવી કેકેઆરે પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. આ મેચમાં કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે સેમ કેરનના નોટઆઉટ 55 અને નિકોલસ પૂરનના 48 રનની મદદથી 6 વિકેટના નુકસાને 183 રન બનાવ્યા હતા, જ્યારે 184 રનના લક્ષ્ય સાથે મેદાને ઉતરેલી કેકેઆરના ઑપનિંગ બેટ્સમેન તરીકે ઉતરેલા શુભનમ ગિલે નોટ આઉટ રહીને ટીમને જીત અપાવી હતી. ગિલે 49 બૉલમાં 5 ચોક્કા અને બે છક્કાની મદદથી 65 રન નોંધાવ્યા હતા. આ મેચમાં ગિલે એક મહત્ત્તવપૂર્ણ રેકર્ડ પોતાના નામે કરી લીધો છે.

રેકોર્ડ
19 વર્ષ અને 238 દિવસની ઉંમરના ગિલે આઈપીએલમાં 6 ફિફ્ટી મારી છે અને 20 વર્ષની ઉંમરે આ સિદ્ધી મેળવનાર આઈપીએલના ઇતિહાસનો પ્રથમ ખેલાડી છે. તેમણે 2018ના ડેબ્યૂ સીઝનમાં અને આ સીઝનમાં ત્રણ ફિફ્ટી મારી અને પોતાની બેટિંગનો પાવર દર્શાવ્યો છે. આઈપીએલના ઇતિહાસમાં 20 ઉંમર ખેલાડીએ 3 ફિફ્ટી મારી હતી.

આઈપીએલ અને ગિલ
અંડર - 19 વર્લ્ડકપમાં જોરદાર પ્રદર્શન કરનાર ગિલને કેકેઆરએ વર્ષ 2018માં રૂપિયા 1.80 કરોડની કિંમતે ખરીદ્યો હતો. જોકે, ગિલની બેઝ પ્રાઇઝ તો રૂપિયા 20 લાખ જ હતી. ગઈ સીઝનમાં ગિલએ 13 મેચમાં 146.04ની સ્ટ્રાઇક રેટથી 203 રન બનાવ્યા હતા જેમાં એક નોટઆઉટ ફિફ્ટી (57)નો સમાવેશ પણ થાય છે. જ્યારે વર્તમાન સીઝનમાં તેણે બેટિંગમાં કૌશલ્ય દર્શાવ્યું છે. ગિલએ આ સીઝનમાં 13 મેચમાં 129.327ની સ્ટ્રાઇક રેટથી 287 રન બનાવ્યા છે જેમાં 3 ફિફ્ટીનો સમાવેશ થાય છે. ગિલનો હાઇએસ્ટ સ્કોર 75 રન છે.
First published: May 4, 2019, 9:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading