નવી દિલ્હી : દિલ્હીની સરહદો પર કૃષિ કાનૂનોને રદ કરવાની માંગને લઈને ખેડૂતો છેલ્લા અઢી મહિનાથી આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનને ઘણા આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓએ પણ સમર્થન કર્યું છે. પોપ સ્ટાર રિહાનાએ કિસાન આંદોલન પર કરેલા ટ્વિટ પછી સોશિયલ મીડિયામાં બે ભાગ જોવા મળી રહ્યા છે. એક પક્ષ ભારત સામે દુષ્પ્રચાર બતાવે છે તો બીજો પક્ષ રિહાનાનું સમર્થન કરી રહ્યો છે. ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે ઇશારો-ઇશારોમાં રિહાનાની વાતનું સમર્થન કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર રિહાનાના ટ્વિટને ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ બતાવવામાં આવી રહી છે. આ મુદ્દે ઇરફાન પઠાણે જોર્જ ફ્લોયડની યાદ અપાવે છે જેની હત્યા પછી દુનિયાભરમાં blacklivesmatter આંદોલન ચાલ્યું હતું.
ઇરફાન પઠાણે ગુરુવારે ટ્વિટ કર્યું કે જ્યારે સંયુક્ત રાજ્ય અમેરિકામાં જોર્જ ફ્લોયડની એક પોલીસકર્મી દ્વારા બેરહમીથી હત્યા કરી દીધી હતી. તો આપણા દેશે દુખ વ્યક્ત કર્યું હતું. આ સાથે તેણે હેશટેગ #Justsayingનો ઉપયોગ કર્યો છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું કે નવા કૃષિ કાનૂનો સામે ખેડૂતોના વર્તમાન પ્રદર્શનનો મુદ્દો ટીમ બેઠકમાં ઉઠ્યો હતો. જેમાં બધાએ પોતાના વિચાર રાખ્યા હતા. ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ પહેલા ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ વાત કહી હતી. કોહલીએ કહ્યું કે અમે ટીમ બેઠકમાં આ વિશે વાત કરી હતી. બધાએ પોતાની વાત રાખી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર