પંજાબે 15 રને હરાવીને હૈદરાબાદનો વિજય રથ રોક્યો, ક્રિસ ગેઈલના ધમાકેદાર 104*

News18 Gujarati
Updated: April 19, 2018, 11:49 PM IST
પંજાબે 15 રને હરાવીને હૈદરાબાદનો વિજય રથ રોક્યો, ક્રિસ ગેઈલના ધમાકેદાર 104*

  • Share this:
કિંગ્સ ઈલેવન પંજાબ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે થયેલા 16માં મુકાબલામાં પંજાબે 15 રને જીત મેળવી લીધી છે. પંજાબે હૈદરાબાદને માત આપીને તેમના વિજય રથને રોકી દીધો હતો.

પંજાબે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અશ્વિનના આ નિર્ણયથી તે વખતે બધા જ ચોકી ગયા હતા અને તે આઈપીએલ 2018નો પહેલો એવો કેપ્ટન બની ગયો જેને ટોસ જીતીને બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો. તે ઉપરાંત મેચ જીતીને વધુ એક કારનામું પોતાના નામે જોડી દીધો છે.

પંજાબે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં ત્રણ વિકેટના નુકશાને 193 રન બનાવી લીધા હતા. જેમાં ક્રિસ ગેઈલે મેરેથોન ઈનિંગ રમતાં અણનમ 104 રન ફટકારી દીધા હતા.  કરૂણ નાયરે 31 રનની ઈનિંગ રમી હતી. તે ઉપરાંત લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે 18-18 રનની ઈનિંગ રમી હતી. અંતે ફિન્ચે 06 બોલમાં 14 રન ફટકાર્યા હતા. હૈદરાબાદ તરફથી રશીદખાન, ભુવી અને સિદ્ધાર્થ કોલે એક-એક વિકેટ ચટકાવી હતી.

હૈદરાબાદે 194 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે  શિખર ધવન અને રિદ્ધિમાન સાહાને મોકલ્યા હતા. જોકે, શિખર ધવન એક બોલ રમીને રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો. ત્યાર બાદ કેપ્ટન વિલિયમ્સને ટીમને જીત અપાવવા માટે કેપ્ટન ઈનિંગ રમતા 54 રન ફટકાર્યા હતા. પરંતુ તેની આ ઈનિંગ હૈદરાબાદને જીતના ટાર્ગેટ સુધી પહોંચાડી શકી નહતી. તે ઉપરાંત મનીષ પાંડેએ 57 અને શાકિબ અલ હસને 24 રનની ઈનિંગ રમી હતી. આમ હૈદરાબાદ નિર્ધારિત 20 ઓવરમાં 178 રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી મોહિત શર્મા અને એન્ડ્રૂ ટ્રાઈએ બે-બે વિકેટ ચટકાવી હતી.

પંજાબ :- રવિચંદ્રન અશ્વિન (કેપ્ટન), અક્ષર પટેલ, યુવરાજસિંહ, કરૂણ નાયર, લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, ડેવિડ મિલર, એરોન ફિન્ચ, માર્કસ સ્ટોઈનિસ, મયંક અગ્રવાલ, અંકિત રાજપૂત, મનોજ તિવારી, મોહિત શર્મા, મુઝીબ જદરાન, બરિન્દર સરાં, એન્ડ્ર્યૂ ટાઈ, અક્ષદીપ નાથ, પ્રદીપ સાહૂ, મયંક ડાગર, મંજૂર દાર

હૈદરાબાદ :- કેન વિલિયમસન (કેપ્ટન), શિખર ધવન, મનીષ પાંડે, ભુવનેશ્વર કુમાર, રિદ્ધિમાન સાહા, સિદ્ધાર્થ કૌલ, દિપક હુડ્ડા, ખલીલ અહેમદ, સંદીપ શર્મા, યૂસુફ પઠાણ, શ્રીવત્સ ગોસ્વામી, રિકી ભુઈ, બાસિલ થમ્પી, ટી. નજરાજન, સચિન બેબી, બિપુલ શર્મા, મેહદી હસન, તન્મય અગ્રવાલ, એલેક્સ હેલ્સ, કાર્લોસ બ્રેથવેટ, રાશિદ ખાન, શાકિબ અલ હસન, મોહમ્મદ નબી, ક્રિસ જોર્ડન અને બિલી સ્ટેનલેક
First published: April 19, 2018, 7:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading