Home /News /sport /KXIP vs RCB : આરસીબીએ દસ વિકેટે મેળવી જીત, કોહલી-પાર્થિવની આક્રમક બેટિંગ

KXIP vs RCB : આરસીબીએ દસ વિકેટે મેળવી જીત, કોહલી-પાર્થિવની આક્રમક બેટિંગ

  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઈલેવન પજાબ વચ્ચે આઈપીઓલનો 48મો મુકાબલો ઈન્દોરના હોલકટ સ્ટેડિયમમાં રમાયો હતો. આ મેચ એક તરફી અને લો સ્કોરવાળી રહી હતી. જેમાં આરસીબીએ ટોસ જીતીને પંજાબને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

  પહેલા બેટિંગ કરવા ઉતરેલ પંજાબને ઉમેશ યાદવની ચોથી ઓવરમાં જ બેક ટૂ બેક બે ફટકા લાગ્યા અને તે આરસીબી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું, કેમ કે ત્યાર બાદ પંજાબની વિકેટો સતત પડતી રહી અને માત્ર આખી ટીમ 88 રનમાં પેવેલિયન ભેગી થઈ હતી. પંજાબ તરફથી સૌથી વધારે રન એરોન ફિન્ચે (26) રન બનાવ્યા હતા. તે ઉપરાંત લોકેશ રાહુલે 21 અને ક્રિસ ગેલે 18 રનની ઈનિંગ રમી હતી. આ ત્રણ ખેલાડી સિવાય એકપણ ખેલાડી બે રનના આંકડા સુધી પહોંચી શક્યો નહતો, પંજાબના બે ખેલાડી તો ખાતું પણ ખોલી શક્યા  નહતા. આમ કિંગ્સ ઈલેવન પજાબ 15.1 ઓવરમાં જ આરસીબીની બોલર સામે શરણાગતિ સ્વીકારીને 88 રનમાં જ પેવેલિયન ભેગું થઈ ગયું હતું.

  પંજાબે આપેલા 89 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ આરસીબીએ માત્ર 8.1 ઓવરમાં જ ટાર્ગેટને મેળવી લીધો હતો. આરસીબી તરફથી વિરાટ કોહલી અને પાર્થિવ પટેલ ઓપનિંગ કરવા માટે ઉતર્યા હતા. વિરાટ કોહલીએ 28 બોલમાં બે સિક્સ અને 6 ફોર સાથે 48 રનની ઈનિંગ રમી હતી. જ્યારે પાર્થિવ પટેલે 22 બોલમાં સાત ફોર સાથે 40 રન ફટકાર્યા હતા. આમ આરસીબીએ પ્લેઓફમાં જવા માટે કેટલાક રસ્તાઓ બનાવવાની કોશિશ કરતાં વધુ એક જીત પોતાના નામે કરી લીધી છે.

  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને શનિવારે દિલ્હી ડેયરડેવિલ્સ વિરૂદ્ધ પાંચ વિકેટથી મળેલી જીતથી થોડા અંશે રાહત થઈ છે, જ્યારે શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કરનાર કિંગ્સ ઈલેવન પંજાબ સતત હાર બાદ લંગડાઈ રહી છે. કિંગ્સ ઈલેવન પંજાબની આ કમજોરીનો ફાયદો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સોમવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં ઉઠાવી લીધો છે. રોયલ ચેલેન્જર્સની નજર પંજાબ વિરૂદ્ધ "કરો યા મરો" મેચમાં જીત મેળવી લીધી છે અને  પ્લેઓફમાં પહોંચવા માટે કેટલીક સંભાવનાઓ તેને જીવંત રાખી છે.

  રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટરાઈડર્સ વિરૂદ્ધ મળેલી હાર છતાં કિંગ્સ ઈલેવન પંજાબ 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન હતી પરંતુ આરસીબી સામે હાર્યા બાદ તે પાંચમા સ્થાને સરકી ગઈ છે , જ્યારે રોયલ ચેલેન્જર્સ હાલ પણ પોઈન્ટ ટેબલમાં નીચેથી બીજા સ્થાન પર પછડાયેલી છે. આમ આ જીત કોહલીની ટીમને પોઈન્ટ ટેબલમાં હજું સુધી ઉપર લાવી શકી નથી.

  કોહલી અને એબી ડિવિલિયર્સના શાનદાર અર્ધશતકોથી બેંગ્લોરે દિલ્હી ડેયરડેવિલ્સ વિરૂદ્ધ સરળતાથી ટાર્ગેટ મેળવી લીધો હતો. જ્યારે કોલકાતા નાઈટરાઈડર્સના સુનિલ નારાયણ અને દિનેશ કાર્તિકે પંજાબના બોલર્સની ધોલાઈ કરતાં 245 રનનો વિશાળ સ્કોર ખડકી નાંખ્યો હતો. બંને ટીમો પોતાના બેટ્સમેનો પર જ નિર્ભર છે, જેમાં બેંગ્લોરની જવાબદારી કોહલી અને ડિવિલિયર્સ પર રહેલી છે તો પ્રીતિ જિન્ટાની ટીમ લોકેશ રાહુલ (537 રન) અને ક્રિસ ગેલ (332 રન) પર નિર્ભર છે.

  કોહલી અને ડિવિલિયર્સ છે બેંગ્લોરના સંકટમોચન

  કેપ્ટન કોહલી 11 મેચોમાં 466 રન બનાવીને ટીમના ટોપ સ્કોરર છે તો ડિવિલિયર્સ તેનાથી 108 રન પાછળ (358 રન) છે, જોકે, તેને બે મેચ ઓછી રમી છે. મનદીપ સિંહ (11 મેચોમાં 245 રન) લિસ્ટમાં ત્રીજા સ્થાન પર છે. પંજાબ માટે રાહુલનું પ્રદર્શન શાનદાર રહ્યો છે, જેને 162થી વધારે સ્ટ્રાઈક રેટથી પાંચ અર્ધશતક ફટકારી છે અને તેની એવરેજ 60ની આસપાસ છે. રાહુલને આશા રહેશે કે, ગેલ બીજા છેડે તેમનો સાથ આપશે જેમના બલ્લાએ શરૂઆતમાં ધમાલ કર્યા બાદ હાલમાં થોડો શાંત છે.

  અશ્વિન અને અક્ષર ફ્લોપ રહેતા પંજાબમાં ચિંતા

  અસલમાં બંને ટીમોની બોલિંગ લાઈનઅપે ઘણી બધી વખત નિરાશ કર્યા છે. પંજાબ માટે સૌથી શાનદાર બોલર એન્ડ્રયૂ ટાઈ રહ્યો છે, જેને 20 વિકેટ (આઠની ઈકોનોમી રેટથી) ઝડપી છે. જ્યારે યુવા રહસ્યમયી સ્પિનર મુઝીબ ઉર રહેમાને 14 ઝડપી છે, જેમાં તેની ઈકોનોમી રેટ 6.99 પ્રતિ ઓવર રહી છે. પંજાબ માટે સૌથી મોટી સમસ્યા તે છે, અશ્વિન હજું સુધી જોઈએ તેટલી વિકેટ મેળવી શકતો નથી. અશ્વિને અત્યાર સુધી 11 મેચોમાં 8.13 રન પ્રતિ ઓવરથી માત્ર 06 વિકેટ મેળવી છે. તે ઉપરાંત ફ્રેન્ચાઈઝીએ જે એકમાત્ર ખેલાડી અક્ષર પટેલને રિટેન કર્યો હતો, તેનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું છે. તેને પાંચ મેચોમાં તક મળી છે, જેમાં તેને માત્ર ત્રણ વિકેટ મળી છે. ટાઈના સહાયક ફાસ્ટ બોલર બરિન્દર સરાં (ચાર વિકેટ) અને મોહિત શર્મા (છ વિકેટ)નું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું છે.

  યુઝવેન્દ્ર અને ઉમેશે બેંગ્લોરને આપી સ્થિરતા

  બેંગ્લોર માટે કોહલીની લગભગ બધી જ મેચોમાં બોલિંગ સંયોજનમાં પરિવર્તન કરવાની અસર તેમના પ્રદર્શન પર પડી છે. માત્ર યૂઝવેન્દ્ર ચહલ અને ઉમેશ યાદવે જ બધી મેચો રમી છે. ચહલે 11 મેચોમાં 10, જ્યારે યાદવે એટલી જ મેચોમાં 14 વિકેટ ઝડપી છે. મોહમ્મદ સિરાજે આઠ મેચ રમીને આઠ વિકેટ મેળવી છે. ચહલને છોડીને અન્ય સ્પિનર્સ ફ્લોપ રહ્યાં છે. વોશિંગ્ટન સુંદર અને પવન નેગીના પ્રદર્શનથી કોહલી એન્ડ કંપનીની આશાઓ પર પાણી ફરી વળ્યું. ક્રિસ વોક્સને પાંચ મેચોમાં 10.36ની ઈકોનોમી રેટથી આઠ વિકેટ મળી જ્યારે કોહલીએ પાંચ મેચોમાં ટિમ સાઉથીને તક આપી હતી, જેને પાંચ મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Ipl 2018, KXIP, RCB, Sports news, Virat kohali

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन