RR Vs KXIP : પંજાબે રાજસ્થાનને 06 વિકેટે હરાવ્યું, લોકેશ રાહુલના શાનદાર 84*

News18 Gujarati
Updated: May 6, 2018, 11:38 PM IST
RR Vs KXIP : પંજાબે રાજસ્થાનને 06 વિકેટે હરાવ્યું, લોકેશ રાહુલના શાનદાર 84*

  • Share this:
આઈપીએલનો 38મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે થયો, જેમાં પંજાબે રાજસ્થાનને 06 રને હરાવ્યું. કિંગ્સ ઈલેવને પોતાને મળેલ 153 રનના ટાર્ગેટને ચાર વિકેટ ગુમાવીને 18.4 ઓવરમાં જ મેળવી લીધો હતો. આમ પંજાબે 06 વિકેટે જીત મેળવી લીધી હતી.

પંજાબે ટોસ જીતીને રાજસ્થાનને પહેલા બેટિંગ આપી હતી. રાજસ્થાનની શરૂઆત ખુબ જ ખરાબ રહેતા તેની પહેલી જ વિકેટ પહેલી ઓવરમાં પડી ગઈ હતી. રાજસ્થાન તરફથી એકમાત્ર જોસ બટલરે ફિફ્ટી ફટકારી હતી. તે ઉપરાંત સંજુ સંમસને 28 અને શ્રેયાસ ગોપાલે 23 રન બનાવ્યા હતા. આમ રાજસ્થાને 152 રન બનાવ્યા હતા.

પંજાબને મળેલા 153 રનના ટાર્ગેટ સામે ક્રિસ ગેઈલની વિકેટ સસ્તમાં પડી ગઈ હતી. તે ઉપરાંત પંજાબની અન્ય ત્રણ વિકેટ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી, જેમાં ક્રિસ ગેઈલ માત્ર આઠ, મયંક અગ્રાવાલ 02, કરૂણ નાયર 31 અને અક્ષર પટેલ 04 રન બનાવીને આઉટ થઈ ગયા હતો.

જોકે લોકેશ રાહુલે શાનદાર ઈનિંગ રમતા 54 બોલમાં 84 રન ફટકા
First published: May 6, 2018
વધુ વાંચો
अगली ख़बर