Home /News /sport /MI vs KXIP : કિંગ્સ ઈલેવન પંજાબને મુંબઈએ 6 વિકેટે હરાવ્યું, કૃણાલની આક્રમક બેટિંગ

MI vs KXIP : કિંગ્સ ઈલેવન પંજાબને મુંબઈએ 6 વિકેટે હરાવ્યું, કૃણાલની આક્રમક બેટિંગ

  આઈપીએલના 34મો મુકાબલો ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે થયો. આ મેચને મુંબઈ ઈન્ડિયન્સે 19 ઓવરના અંતે 06 વિકેટે જીતી લીધી છે.

  કિંગ્સ ઈલેવન પંજાબે નિર્ધારિત 20 ઓવરમાં 06 વિકેટના નુકશાને 174 રન બનાવ્યા છે. જેમાં પંજાબ તરફથી ક્રિસ ગેઈલે (50) શાનદાર ઈનિંગ રમતમાં 50 રન ફટકાર્યા હતા. તે ઉપરાંત લોકેશ રાહુલ 20, યુવરાજ 14, કરૂણ નાયર 23, અક્ષર પટેલ 13, મયંક અગ્રવાલ 11 અને મરક્સ સ્ટોનિસે 29 રનની ઈનિંગ રમી હતી. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બેન કટિંગ, મકરંદ, હાર્દિક પંડ્યા, જસપ્રિત બૂમરાહ અને મિચેલ મેક્કલેઘનને એક-એક વિકેટ મળી હતી.

  કિંગ્સ ઈલેવન પંજાબે આપેલ 175 રનના ટ્રાર્ગેટને મેળવવા માટે ઉતરેલ મુંબઈ ઈન્ડિયન્સે ધીમી પરંતુ મક્કમ શરૂઆત કરી હતી. મુંબઈને લેવિસ(10)ના રૂપમાં પહેલો ફટકો લાગ્યો હતો. જોકે, ઈશાન કિસન (25) અને સૂર્યકુમાર યાદવે (57) ટીમના સ્કોરને આગળ વધારતા 100 રને પહોંચાડી દીધો હતો. ત્યાર બાદ ઈશાન મુઝીબની ઓવરમાં આઉટ થઈ ગયો હતો. ઈશનની જગ્યા લેવા માટે હાર્દિક પંડ્યા મેદાનમાં ઉતર્યો હતો, ત્યાર થોડી જ વારમાં સૂર્યકુમાર યાદવ સ્ટોનિસની ઓવરમાં કેચ આઉટ થઈ ગયો. આમ મેદાનમાં બે નવા બેટ્સમેનના રૂપમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા ઉતર્યા હતા. જોકે, હાર્દિક પંડ્યા 13 બોલમાં 23 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. હાર્દિકની જગ્યા લેવા માટે કૃણાલ પંડ્યા મેદાનમાં ઉતર્યો હતો. કૃણાલે આવતાની સાથે જ આક્રમક રમત દર્શાવી હતી. કૃણાલ પંડ્યાએ માત્ર 11 બોલમાં 33 રન ફટકારીને મેચની તસવીર બદલી નાંખી હતી. જ્યારે રોહિત શર્માએ 15 બોલમાં 24 રન બનાવ્યા હતા.

  પંજાબ તરફથી મૂઝીબ ઉર રહેમાનને બે વિકેટ મળી હતી. જ્યારે સ્ટોનિસ અને એન્ડ્રૂ ટાયને એક-એક વિકેટ મળી હતી.

  પોતાના નામે કરી ચૂકેલ મુંબઈ ઈન્ડિયન્સને લીગના 11માં સંસ્કરણમાં શુંક્રવારે કિંગ્સ ઈલેવન પંજાબના બીજા હોમગ્રાઉન્ડ પર વધુ એક મુશ્કેલ પડકારનો સામનો કરવાનો છે. સ્ટાર ખેલાડીઓની હાજરીવાળી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ સીઝનમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચા સ્થાને છે. પ્લેઓફમાં જવા માટે મુંબઈને બચેલી પોતાની બધી જ મેચો જીતવી પડશે.

  બીજી તરફ પંજાબ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને આઈપીએલ-11ની ખિતાબી દાવેદારોમાંથી એક બની ગઈ છે. સાત મેચોમાંથી પાચ જીત સાથે 10 પોઈન્ટ લઈને ત્રીજા સ્થાન પર આત્મવિશ્વાસ સાથે બનેલી છે.

  આ સિઝનમાં મુંબઈની બેટિંગ લાઈન ફ્લોપ રહી છે. કેપ્ટન રોહિત શર્માનો બલ્લો પણ એક-બે મેચોમાં જ ચાલ્યો છે. તેમની ટીમમાં માત્ર ઓપનર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ જ સતત રન બનાવી રહ્યો છે. સતેને આઠ મેચોમાં 283 રન બનાવ્યા છે. બાકીનો એકપણ ખેલાડી સતત સારૂપ્રદર્શન કરી શક્યો નથી.

  રોહિત 6 મેચોમાં તો 20 રનના આંકડાના પાર પણ ગયા નથી. મુંબઈના તોફાની બેટ્સમેનો કેરન પોલાર્ડનો બલ્લો પણ ખામોશ છે. તેને પણ 6 ઈનિંગમાં માત્ર 76 રન બનાવ્યા છે.

  હાર્દિક અને કૃણાલ પંડ્યાએ બલ્લાથી પાછલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું. આ બંને પર ટીમના નીચલા ક્રમને સભાળવાની જવાબદારી છે. બોલિંગમાં મુંબઈ એકવાર ફરીથી મયંક માર્કેડેય પર નિર્ભર રહેશે.

  લેગ સ્પિનર મયંકે આઠ મેચોમાં 11 વિકેટ પોતાના નામે કી છે. મયંક આ સિઝનમાં તે બોલર્સના લિસ્ટમાં સામેલ છે, જેને રમવા બેટ્સમેનો માટે મુશ્કેલ સાબિત થયું છે. ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ, મિશેલ મેક્લેઘન અને મુસ્તફિઝૂર રહેમાન પર મોટી જવાબદારી છે.

  તો બીજી બાજુ પંજાબની ટીમ ત્રણેય વિભાગોમાં સમતોલ પ્રદર્શન કરી રહી છે તેમની ક્રિસ ગેલ અને લોકેશ રાહુલની ઓપનર જોડી પંજાબની સફળતા માટે મુખ્ય કારણ રહી છે. રાહુલે સાત મેચોમાં 268 રન ફટકાર્યા છે. ગેલે માત્ર ચાર મેચોમાં 252 રન બનાવી નાંખ્યા છે, જેમાં એક શતક સામેલ છે.

  આ બંને બેટ્સમેનો ટીમને શાનદાર શરૂઆત અપાવે છે અને આ મેચમાં પણ મુંબઈ સામે પંજાબને તેમની પાસેથી એવી જ આશા છે. મીડલ ઓર્ડરમાં કરૂણ નાયરે બેટિંગ લાઈનને સારી રીતે સંભાળી છે અને કેટલાક ઉપયોગી ઈનિંગ પણ રમી છે. જોકે, પંજાબ માટે યુવરાજસિંહ, એરોન ફિન્સ, મયંક અગ્રવાલનો બલ્લો કંઈ કમાલ બતાવી શક્યો નથી. આ ત્રણેયની ખરાબ ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે.

  બોલિંગમાં કેપ્ટન રવિચંદ્રન અશ્વિને આગળ આવીને ટીમની કેપ્ટનસી કરી છે. મોહિત શર્મા અને બરિન્દર સરણે પણ સારૂ પ્રદર્શન કર્યું છે. એન્ડ્રૂય ટ્રાય પોતાની બોલિંગથી સતત સારો પ્રદર્શન કરી શક્યો નથી.

  બોલિંગ લાઈન અપમાં સૌથી મોટી જવાબદારી અફઘાનિસ્તાની લેગ સ્પિનર મુઝીબ ઉર રહેમાને નિભાવી છે. તે ટીમ માટે ખુબ જ સારો ઉપયોગી સાબિત થયો છે.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Cricket Score, Ipl 2018, Lokesh rahul

  विज्ञापन
  विज्ञापन