કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નાઈ સુપર કિંગ્સે કહ્યું - IPLમાંથી હટે ચીની કંપનીઓ

News18 Gujarati
Updated: June 30, 2020, 8:41 PM IST
કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નાઈ સુપર કિંગ્સે કહ્યું - IPLમાંથી હટે ચીની કંપનીઓ
કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નાઈ સુપર કિંગ્સે કહ્યું - IPLમાંથી હટે ચીની કંપનીઓ

આપણે દેશ માટે આઈપીએલમાં ચીનના સ્પોન્સર સાથે સંબંધ તોડવો પડશે. દેશ પહેલા આવે છે પૈસા પછી આવે છે. આ ઇન્ડિયન પ્રીમિયર લીગ છે, ચીન પ્રીમિયર લીગ નથી - નેસ વાડિયા

  • Share this:
નવી દિલ્હી : ગલવાન ઘાટીનાં ચીનની (China)નાપાક હરકત પછી હવે ભારતમાં તેની સામે માહોલ ગરમ છે. સોમવારે ભારત સરકારે ચીનની 59 એપ્સ (Chinese App) પર પ્રતિબંધ મુકી દીધો છે. હવે મંગળવારે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમના માલિક નેસ વાડિયાએ પણ ચીની કંપનીઓના સ્પોન્સર ખતમ કરવાની માંગણી કરી છે. ગલવાન ઘાટીમાં 15 જૂને 20 ભારતીય સૈનિકો શહીદ થયા પછી ચીનના ઉત્પાદનના બહિષ્કારની માંગણી સતત જોર પકડી રહી છે.

ગલવાન ઘાટીમાં થયેલી ઘટના પછી બીસીસીઆઈને ચીનની કંપનીઓ દ્વારા સ્પોન્સરની સમીક્ષા માટે આઈપીએલ સંચાલન પરિષદની બેઠક બોલાવવી પડી છે પણ જે હજુ સુધી થઈ શકી નથી. નેસ વાડિયાએ પીટીઆઈને કહ્યું હતું કે આપણે દેશ માટે આઈપીએલમાં ચીનના સ્પોન્સર સાથે સંબંધ તોડવો પડશે. દેશ પહેલા આવે છે પૈસા પછી આવે છે. આ ઇન્ડિયન પ્રીમિયર લીગ છે, ચીન પ્રીમિયર લીગ નથી. ઉદાહરણ રજુ કરવું જોઈએ અને રસ્તો બતાવવો જોઈએ. હા, શરૂઆતમાં સ્પોન્સર શોધવા મુશ્કેલ રહેશે પણ મને લાગે છ કે જરૂરી ભારતીય સ્પોન્સર છે. તેમનું સ્થાન લઈ શકે છે. આપણે દેશ અને સરકારનું સન્માન કરવું જોઈએ અને સૌથી મહત્વપૂર્ણ સૈનિકો જે આપણા માટે જીવ જોખમમાં મુકે છે.


આ પણ વાંચો - કિંગ્સ ઇલેવન પંજાબે શેર કર્યું ખેલાડીઓનું ફિમેલ વર્ઝન, સુંદરતા જોઈ પ્રશંસકો ચકિત

આઈપીએલ સાથે જોડાયેલી કંપની પેટીએમ, સ્વિગી અને ડ્રીમ ઇલેવનમાં પણ ચીનની કંપનીઓનું રોકાણ છે. આઈપીએલ જ નહીં ટીમોને પણ ચીનની કંપનીઓ સ્પોન્સર કરે છે. ચેન્નાઈ સુપર કિંગ્સના એક સૂત્રએ કહ્યું કે શરૂઆતમાં તેમનું સ્થાન લેવું મુશ્કેલ રહેશે પણ જો દેશ માટે આમ કરવામાં આવશે તો અમે આવું કરીશું.
First published: June 30, 2020, 8:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading