Home /News /sport /દિલ્હી સામે કારમી હાર બાદ પંજાબના કેપ્ટન અશ્વિનને મળી મોટી 'સજા'

દિલ્હી સામે કારમી હાર બાદ પંજાબના કેપ્ટન અશ્વિનને મળી મોટી 'સજા'

આઇપીએલ 2019 (photo-iplt20.com)

કિંગ્સ ઇલેવન પંજાબ આ હારની સાથે પોઇન્ટ્સ ટેબલમાં ચોથા નંબરે ધકેલાઈ ગઈ છે

આઈપીએલ સીઝન 12માં શનિવારે દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન પર રમાયેલી મેચમાં મેજબાન દિલ્હી કેપિટલ્સે કિંગ્સ ઇલેવન પંજાબને 5 વિકેટથી હરાવીને છઠ્ઠી જીત મેળવી છે. જોકે, દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐય્યરે ટોસ જીતીને પંજાબને પહેલા બેટિંગ કરવાની તક આપી હતી અને ક્રિસ ગેલની 37 બોલ પર 6 ફોર તથા 5 સિક્સરની મદદથી રમેલી 69 રનની ધમાકેદાર ઇનિંગના કારણે દિલ્હીની સામે જીત માટે 164 રનનો લક્ષ્ય રાખ્યો. જ્યારે દિલ્હી કેપિટલ્સે બે બોલ બાકી હતા ત્યારે પાંચ વિકેટે આ મેચ જીતી લીધી. દિલ્‍હી માટે શિખર ધવને 56 તો કેપ્ટન શ્રેયસ ઐય્યરે નોટઆઉટ 58 રનની ઇનિંગ રમી.

પરંતુ આ હાર બાદ મેચ રેફરીએ પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિનને સજા ફટકારતા દુ:ખ બેગણું થઈ ગયું. જી હા, દિલ્હી કેપિટલ્સની વિરુદ્ધ પંજાબની ટીમને સ્લો ઓવર રેટના દોષી જાણતા મેચ રેફરીએ કોડ ઓફ કન્ડક્ટના આધારે કાર્યવાહી કરતાં કેપ્ટન અશ્વિન પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આમ, આ સીઝનમાં પહેલીવાર પંજાબ ટીમ પર આ પ્રકારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પ્રકારના સજા પામનારો અશ્વિન ચોથો કેપ્ટન

આપને જણાવી દઈએ કે, આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા, રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અંજિક્ય રહાણે પર સ્લો ઓવર રેટના કારણે 12-12 લાખ રૂપિયાનો દંડ લગાવી ચૂકી છે, જ્યારે આઈપીએલ 12માં આર. અશ્વિન આ સજા પામનારો ચોથો કેપ્ટન છે.

આ પણ વાંચો, DC vs KXIP: પંજાબ હાર્યું, દિલ્હીની પાંચ વિકેટે જીત

ચોથો નંબરે ધકેલાયું પંજાબ


આ જીત બાદ દિલ્હી 10 મેચોમાં 6 જીતની સાથે 12 પોઇન્ટ થઈ ગયા અને તે પોઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગયું. જો પંજાબની વાત કરીએ તો તે આ હારની સાથે ચોથા નંબરે ધકેલાઈ ગયું છે. હાલ પંજાબના નામે 10 મેચોમાં 5 જીતની સાથે 10 પોઇન્ટ છે.
First published:

Tags: Delhi capitals, Ipl 2019, Kings xi punjab, R ashwin, ક્રિકેટ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો